ડિપ્રેશનના લક્ષણો કયા હોય છે, જાણો દૂર ભગાડવાના ઉપાયો?
આજના તણાવભર્યા જીવનમાં ડિપ્રેશન એક સામાન્ય સમસ્યા બની રહી છે. જાણો તેના કારણો, પ્રકારો અને તેને કેવી રીતે અસરકારક રીતે દૂર કરી શકાય.
આજના જમાનામાં લોકોમાં તણાવને કારણે એક કરતા અનેક સમસ્યાઓનું નિર્માણ કરે છે, જેનું સૌથી મોટું કારણ ડિપ્રેશન છે. ડિપ્રેશન ફક્ત માનસિક આરોગ્યને જ નહીં, પરંતુ શરીરને પણ અસર કરે છે. જીવનની ગુણવત્તાને પણ અસર કરે છે. ડિપ્રેશનને ભગાડવાનું સૌથી જરુરી રહે છે, જેનાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. જાણીએ ડિપ્રેશન કઈ રીતે થાય છે અને ભગાડવાનું શા માટે જરુરી રહે છે.
સમયસર ઉકેલ લાવવાનું આવશ્યક
ડિપ્રેશન એક માનસિક આરોગ્ય બીમારી છે, જેમાં વ્યક્તિ ઉદાસ, કંટાળેલો અને નેગેટિવ વિચારોથી ઘેરાયેલો રહે છે. આ બાબત મન ખરાબ હોય એમ નથી, પરંતુ ગંભીર સ્થિતિ છે, જે વ્યક્તિના વિચાર, કામ કરવા અને જીવનમાં આનંદ લેવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે. ડિપ્રેશનના અનેક કારણો હોઈ શકે છે, જેમાં હોર્મોનલ ઈનબેલેન્સ, મગજમાં કેમિકલ દબાણ, તણાવ સંબંધિત વિવિધ પરિસ્થિતિ, લાંબા સમયની બીમારી અથવા કોઈ મોટા નુકસાન અથવા વ્યક્તિને ગુમાવવાની પીડા.
ડિપ્રેશનથી વહેલી તકે દૂર થવાનું જરુરી
આ ઉપરાંત, અન્ય મહત્ત્વની વાત વ્યક્તિની ખરાબ જીવનશૈલી, કામનું દબાણ અને સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ પણ જવાબદાર છે. અનેક વખથ પરિવારમાં જેનેટિક કારણ પણ બની શકે છે. એક કરતા અનેક પરિબળો અંગે પહેલાથી વાકેફ થઈને શક્ય એટલા દૂર રહેવાનું જરુરી રહે છે નહીં, વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય તો ઉલમાંથી ચૂલમાં પડવાની જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. ટૂંકમાં, સમયસર તેનો ઉકેલ લાવો નહીં તો જીવનની ગુણવત્તા પર અસર થઈ શકે છે.
દારુ યા નશીલા પદાર્થોનું સેવન ન કરવું
ડિપ્રેશનના અનેક પ્રકાર હોય છે, જેમાં મુખ્ય ડિપ્રેસિવ ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિ લાંબા સમયગાળા સુધી નિરાશ રહે છે. પર્સિસ્ટંટ ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં હળવા પણ લાંબા સમય સુધી તેની અસર રહે છે. મહિલાઓમાં મોટા ભાગે પોસ્ટમોર્ટમ ડિપ્રેશન દેખાય છે, જે બાળકના જન્મ પછી થાય છે. એના સિવાય સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર પણ રહે છે, જે સામાન્ય રીતે વાતાવરણમાં બદલાવથી જોવા મળે. જે લોકોમાં પહેલાથી માનસિક તાણ, હોર્મોનસ ઈમબેલેન્સ, ક્રોનિક બીમારી અથવા ફેમિલી હિસ્ટ્રી હોય તેમનામાં પણ ડિપ્રેશનનું પ્રમાણ રહે છે. ખાસ કરીને મહિલાઓ, ટીનેજર અને વૃદ્ધોને વધુ અસર કરે છે. યંગ લોકોમાં ખાસ કરીને વધારે દારુ પીવા કે નશીલા પદાર્થોનું સેવન કરવાથી અસર થાય છે.
મેડિટેશનની સાથે પર્યાપ્ત ઊંઘ લેવાનું રાખો
ડિપ્રેશન વ્યક્તિ દૂર કરે નહીં તો તેના ગંભીર પરિણામો આવે છે, જેમ કે વ્યક્તિ આત્મહત્યાના વિચારો કરે છે, તેથી શરુઆતમાં તેનો ઉકેલ લાવો. ડિપ્રેશન ભગાડવા માટે ખાસ કરીને પૌષ્ટિક આહારનું સેવન કરો. નિયમિત એક્સરસાઈઝ કરવાની સાથે યોગ પણ કરો. પર્યાપ્ત ઊંઘ લેવાનું રાખો, જ્યારે સવાર ઉઠવા-ઊંઘવામાં પણ નિયમિત્તા કેળવો. તણાવ ઘટાડવા માટે ખાસ મેડિટેશન યા રિલેક્સેશનની ટેક્નિક અપનાવો. દારુ યા નશીલા પદાર્થોનું સેવન કરવાનો ટાળો. તમારા વિચારો અને ભાવનાઓ પરિવારના લોકો સાથે શેર કરવાનું પણ રાખો. છેલ્લે સૌથી મહત્ત્વની વાત જરુરિયાત જણાય તો ડોક્ટરની સલાહ લેવાનું પણ રાખો.
