Lok Sabha Election: અરવિંદ કેજરીવાલે ભાજપના સંભવિત પીએમ માટે કર્યો નવો દાવો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પછી પાંચમા તબક્કાના મતદાનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ફરી સત્તાધારી પાર્ટીના સંભવિત પીએમ પદના ઉમેદવાર માટે અમિત શાહ પર નિશાન તાક્યું છે. અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 2029માં પણ પીએમ પદે નરેન્દ્ર મોદી રહેવાની સ્પષ્ટતા કર્યા પછી આજે ફરી અરવિંદ કેજરીવાલે નવો દાવો કર્યો છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીલવાલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અમિત શાહને લઈને ફરી મોટો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે ભાજપ જો ફરી સત્તામાં આવશે તો અમિત શાહને વડા પ્રધાન બનાવવામાં આવશે અને વડા પ્રધાન મોદી અમિત શાહ માટે માગી રહ્યા છે વોટ.
આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે કહ્યું કે ભાજપ બે મહિનામાં ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથને તેમના પદ પરથી હટાવશે. યુપીના પાટનગર લખનઊમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે સંબોધતા સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપનો ઉદ્દેશ સંવિધાન બદલવાનો છે અને એટલા માટે 400 સીટ જીતવાનું સૂત્ર આપ્યું છે. અરવિંદ કેજરીવાલે આ દાવો કર્યો હોવા છતાં ભાજપે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે બંધારણ કોઈ પણ સંજોગોમાં બદલવામાં આવશે નહીં. એટલું જ નહીં, ચૂંટણી જીત્યા પછી વડા પ્રધાન મોદી પાંચ વર્ષ સુધી પીએમ રહેશે.
કેજરીવાલે કહ્યું હતું કે આજે લખનઊમાં ઉત્તર પ્રદેશના મતદારોને એટલી અપીલ કરીશ કે તેઓ ઈન્ડિ ગઠબંધનને મત આપે. અહીં હું ચાર મુદ્દાની વાત કરવા આવ્યો છું. પહેલી વાત વખતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અમિત શાહ માટે મત માગે છે. બીજી વાત જો ભાજપ ફરી સત્તામાં આવશે તો સીએમ આદિત્યનાથ યોગીને બે-ત્રણ મહિનામાં હટાવશે. ત્રીજી વાત ભાજપ બંધારણ બદલશે અને ચોથી વાત ચોથી જૂનના ઈન્ડિયા ગંઠબંધન સત્તામાં આવી રહ્યું છે.
અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે વિરોધાભાસી નિવેદનો આપ્યા છે. પોતે સત્તામાં આવવાની સાથે સામે પક્ષે ભાજપમાં પણ ફૂટ પડાવવાના નિવેદનો કરી રહ્યા છે, જે પાર્ટી અને વિપક્ષના સાથી પક્ષને નુકસાન કરાવી શકે છે, એમ રાજકીય વર્તુળે જણાવ્યું હતું.
