દિલ્હી વિસ્ફોટનું ‘ડોક્ટર મોડ્યુલ’: વ્હાઈટ કોલર ટેરર પાછળના 6 માસ્ટરમાઈન્ડ ડોક્ટરો કોણ છે?
લાલ કિલ્લા નજીકના વિસ્ફોટના તાર કાશ્મીરથી હરિયાણા-યુપી સુધી: જૈશ અને AGH સાથે જોડાયેલું વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો પર્દાફાશ

દિલ્હીના લાલ કિલ્લા નજીકના વિસ્ફોટને કારણે સમગ્ર દેશના સુરક્ષાતંત્રની ઊંઘ ઉડાડી છે. આ વર્ષે જાન્યુઆરીમાં પહલગામમાં આતંકવાદીઓ કાયરતાપૂર્વકના નિર્દોષોની હત્યા કર્યા પછી વધુ એક આતંકવાદી હરકતે સરકારની ઊંઘ હરામ કરી છે. પાટનગરના હાર્દસમાન લાલ કિલ્લા નજીક આતંકવાદીઓ વિસ્ફોટમાં કરવામાં સફળ રહ્યા એ સુરક્ષા મુદ્દે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. સમગ્ર ઘટનાક્રમમાં સંડોવાયેલા આતંકીના કનેક્શનની તપાસ કરવામાં આવ્યા પછી પગ નીચેથી જમીન ખસી ગઈ છે.
દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના વિસ્ફોટના તાર જમ્મુ કાશ્મીરના પુલવામા-અનંતનાગથી લઈને હરિયાણાના ફરિદાબાદ અને યુપીના સહારનપુર સુધીના તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોના નામ બહાર આવ્યા છે. કટ્ટરવાદી ડોક્ટરનું નેટવર્ક બહાર આવ્યું છે, જેની મનની મુરાદ દિલ્હી અને અન્ય શહેરોને આતંકવાદી હુમલાની હતી. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પૂર્વે ત્રણ ડોક્ટર સહિત આઠની ધરપકડ કરી છે અને 2,900 કિલોના વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. ઉપરાંત, જૈશ-એ-મહોમ્મદ અને અંસાર ગજવત-ઉલ-હિંદ સાથે સંકળાયેલ એક નવા જ પ્રકારના વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો ખુલાસો થયો છે, જે કાશ્મીરથી લઈ હરિયાણા અને ઉત્તર પ્રદેશ ફેલાયેલા છે.
પોલીસે અત્યાર સુધીમાં છ એવા ડોક્ટરની ધરપકડ કરી છે જેના તાર આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલ છે. પહેલું નામ ડોક્ટર મોહમ્મદ ઉમર છે, જે પુલવામાનો રહેવાસી છે, જે સમગ્ર આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. ડોક્ટર આદિલ રાઠર કાશ્મીરના કાજીગુંડ કુલગામનો રહેવાસી છે. શ્રીનગરથી એમબીબીએસ કર્યું છે અને જીએમસીનો સિનિયર ડોક્ટર છે.
આ ઉપરાંત, સરહાનપુરથી ધરપકડ કરવામાં આવેલા અનંતનાગના ડોક્ટર આદિલ અહમદ, ફરિદાબાદમાંથી એકત્ર કરેલ મુઝમ્મીલ શકીલ અને ત્રીજા ડોક્ટર ઉમર મોહમ્મદનો સમાવેશ થાય છે. ઉમર મોહમ્મદ સંદીગ્ધ હુમલાખોર છે, જેને કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ફરિદાબાદથી ધરપકડ કરવામાં આવેલી ડોક્ટર શાહિનાને જૈશ મોહમ્મદ સંગઠનમાં ભારતની મહિલા વિંગની જવાબદારી સોંપી હતી. સાદિયા અઝહર મસૂદ અઝહરની બહેન છે, જે પાકિસ્તાનમાં જૈશની મહિલા વિંગની હેડ છે. પતિ યુસુફ અઝહર કંધહાર હાઈજેકનો એક માસ્ટરમાઈન્ડ હતો.
આદિલ મોહમ્મદ અને ડો. મુઝમ્મીલ શકીલ કોણ છે?
આદિલ મોહમ્મદ અનંતનાગની એક હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર છે. જેના અંગે 19 ઓક્ટોબરના શ્રીનગરમાં જૈશ એ મોહમ્મદના પોસ્ટર લગાવ્યા હતા. સરાહનપુરમાંથી છઠ્ઠી નવેમ્બરના તેની ધરપકડ કરી હતી. અનંતનાગમાં તેના લોકરમાંથી એક રાયફલ અને અન્ય સંવેદનશીલ વસ્તુઓ જપ્ત કરી હતી. ફરિદાબાદ ડોક્ટર મુઝમ્મીલ શકીલનું કનેક્શન મળ્યું હતું.
ફરિદાબાદ અને જમ્મુ-કાશ્મીર પોલીસ ટીમો દ્વારા સંયુક્ત કાર્યવાહી દરમિયાન મુઝમ્મીલ શકીલની ધરપકડ કરવામાં આવી હતી. મુઝમમીલે ફરિદાબાદના ધૌજ વિસ્તારમાં એક રૂમ ભાડે રાખ્યો હતો, જ્યાંથી 360 કિલોગ્રામ વિસ્ફોટકો, 20 ટાઈમર, બે એસોલ્ટ રાઈફલ અને અન્ય સામગ્રી મળી આવી હતી. ફરિદાબાદના એક ગામમાંથી 2,560 કિલોગ્રામથી વધુ વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, અને તેને પરિવહન કરવા માટે એક ટ્રક ભાડે લેવામાં આવી હતી. મુઝમ્મીલ પુલવામાનો રહેવાસી છે અને તે ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો.
ડોક્ટર ગેંગ સમગ્ર આતંકવાદી નેટવર્કના માસ્ટરમાઈન્ડ છે, જેમાં અન્ય ડોક્ટર શાહિનનું નામ પણ મોખરે છે. અલ ફલાહ હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે. નવમી નવેમ્બરના ફરિદાબાદમાં જમ્મુ કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ અને અન્ય એજન્સીની સંયુક્ત ટીમ દ્વારા શાહિનની ધરપકડ કરી હતી. તેની પ્લેનથી શ્રીનગર લાવ્યા હતા, જ્યારે પૂછપરછ જારી છે.
