દિલ્હીમાં વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં આગઃ સાત નવજાત ભડથું
Black Saturday: એક દિવસમાં આગના બે કિસ્સામાં 34નાં મોત
નવી દિલ્હીઃ ગુજરાતના રાજકોટમાં ગેમિંગ ઝોન સેન્ટરમાં આગ લાગ્યાના હેવાલ પછી ગઈકાલે રાતના દિલ્હીના વિવક વિહાર સેન્ટરમાં ભીષણ આગી હતી ઘટનાસ્થળે પહોચ્યા પછી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શનિવારે એક જ દિવસમાં રાજકોટ (27) અને દિલ્હી (7)માં આગના કિસ્સામાં 34 જણનાં મોત થયા છે.
આ આગ રાતના 11.30 વાગ્યાના સુમારે લાગી હતી. આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. આગને નિયંત્રણમાં લેવા માટે ફાયર બ્રિગેડ વિભાગની 16 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.
બેબી કેર સેન્ટરના સ્ટાફ સહિત નવજાત બાળકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા. લગભગ 12 નવજાત બાળકને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી સાત નવજાત બાળકનાં મોત થયા છે. અન્ય પાંચ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ લાગ્યાના રિપોર્ટ પછી ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસની ટીમ પણ પહોંચી હતી. સેન્ટરના સંચાલક અને કર્મચારીઓ ફરાર છે. આગની ઘટના અંગે પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે વિવેક વિહાર સ્થિત આઈઆઈટી બ્લોકના બેબી કેર સેન્ટરમાં આગ લાગવાના અહેવાલ બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. આગ લાગ્યાના અહેવાલ પછી રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જોકે, એક પછી એક તમામ નવજાતને બચાવવામાં આવ્યા હતા. કુલિંગ ઓપરેશનની કામગીરી ચાલુ છે.
વિવેક વિહાર સ્થિત બેબી કેર સેન્ટર સિવાય નોએડા અને દક્ષિણ દિલ્હીની ચિલ્લા ખાદરની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી, જેમાં ડઝનથી વધુ ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ હતી. એના સિવાય દિલ્હીમાં અડધો ડઝનથી વધુ જગ્યાએ આગના બનાવો નોંધાયા હતા.
રાજકોટના ગેમિંગ ઝોનમાં આગ લાગ્યા પછી આસપાસની બિલ્ડિંગ, હોસ્પિટલ, ઝૂંપડપટ્ટી સહિત અન્ય વિસ્તારમાં આગ લાગી હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ આગમાં નવ જેટલા બાળકોની સાથે કૂલ 27 લોકોનાં મોત થયા છે.
