February 4, 2026
નેશનલ

અમદાવાદ નહીં, પણ આ શહેરના એરપોર્ટે જીત્યો બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ

Spread the love

વિંગ્સ ઈન્ડિયા 2026: દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટનો દબદબો, બિહાર અને યુપીએ પણ એવોર્ડ જીતીને ચોંકાવ્યા

બારામતી નજીક અજિત પવારના વિમાનનો ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં સવાર તમામ લોકોના મોત થયા જેને લઈને એરપોર્ટથી લઈને પ્લેન અને એરપોર્ટ ઓથોરિટી પર સવાલો કરવામાં આવી રહ્યા છે, ત્યારે દેશના અમુક એરપોર્ટ સુવિધા-સુરક્ષાની દૃષ્ટિએ શ્રેષ્ઠ હોવાને નાતે એવોર્ડ આ વર્ષે જાહેર કરવામાં આવ્યા છે. હૈદરાબાદમાં આયોજિત વિંગ્સ ઈન્ડિયા 2026માં ભારતીય એવિયેશન સેક્ટરની બદલાતી દિશાનો નિર્દેશ કરે છે. અંતરિયાળ રાજ્યો પણ મેદાનમાં આવી રહ્યા છે, જે વિકાસની વાત છે પણ સુરક્ષામાં ગંભીર સવાલ છે.

દેશના સૌથી મોટા અને જાણીતા મહાનગર અમદાવાદ, મુંબઈ અને બેંગલુરુને પાછળ રાખીને દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટને બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર આપવામાં આવ્યો છે. કહેવાય છે કે આ મંચ પરથી મોટા એરપોર્ટ અને એરલાઈન્સને પણ પોતાની આગવી ઓળખ મળી રહી છે, જ્યારે એવિયેશન સેક્ટરમાં જે રાજ્યો પણ પાછળ હતા તેને પણ બિરદાવવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બિહારનું નામ પણ એવોર્ડ મેળવનારા રાજ્યની યાદીમાં આવ્યું છે.

વિંગ્સ ઈન્ડિયા 2026ના એવોર્ડ્સ દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ)ને બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધા, ટેક્નોલોજીનો ઉપયોગ, ઓપરેશનલ એફિશિયન્સી સહિત અન્ય માપદંડોમાં દિલ્હી એરપોર્ટ મોખરે રહ્યું છે. બીજી બાજુ વર્ષે 2.5 કરોડથી વધુ પ્રવાસીને ઓપરેટ કરનારી કેટેગરીમાં બેંગલુરુનું કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટે મેદાન માર્યું છે.

એરલાઈન્સની વાત કરીએ તો ઈન્ડિગોને બેસ્ટ એવિયેશન સર્વિસ પ્રોવાઈડરનો એવોર્ડ મળ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસને ડોમેસ્ટિક કનેક્ટિવિટી અને સ્ટાર એરને રિજનલ-ઉડાન કનેક્ટિવિટીથી સન્માનિત કરવામાં આવ્યા છે. એચએએલને આત્મનિર્ભર ભારત માટે વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઉત્તર પ્રદેશ અને બિહારને આરએસસી-ઉડાન નોન-પ્રાયોરિટી એરિયાઝમાં મોસ્ટ પ્રોટેક્ટિવ સ્ટેટનો સંયુક્ત એવોર્ડ મળ્યો છે, જે એવિયેશન સેક્ટરમાં બિહાર જેવા રાજ્યોમાં પણ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજમાં સુધારો થયો છે. ભારતમાં એવિયેશન સેક્ટર વિકાસ કરી રહ્યું છે, પરંતુ ગુજરાત જેવું વિકસિત રાજ્યના અમદાવાદ-સુરત જેવા શહેરના એરપોર્ટ ક્યાંય કેટેગરીમાં આવ્યા નથી એ કમનસીબી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!