July 1, 2025
હેલ્થ

ગરમીમાં ડિહાઈડ્રેશન (Dehydration)ની સમસ્યા કઈ રીતે ખબર પડશે, જાણો?

Spread the love

દેશભરમાં ગરમીના પારો વધીને પચાસ ડિગ્રીને પાર થઈ ગયો છે, જેમાં હોટ સ્ટેટ રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ સહિત અન્ય પ્રદેશમાં હીટ સ્ટ્રોકને કારણે મૃતકની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમુક રાજ્યમાં સ્કૂલ-કોલેજમાં વેકેશનને લંબાવવામાં આવ્યું છે, જ્યારે અમુક રાજ્યની કોર્ટે મૃત્યુ પામનારાની વળતર આપવા અંગે રાજ્ય સરકારોને પણ આદેશ આપ્યા છે. સરકારની સાથે આરોગ્ય તંત્ર પણ વધતી ગરમીને કારણે સાબદું બન્યું છે. લોકોને બિનજરુરી બહાર નહીં નીકળવવાની અનુરોધ કરવામાં આવે છે. આમ છતાં હીટ સ્ટ્રોક યા શરીરમાંથી પાણી ઓછું થઈ જવું કે ડિહાઈડ્રેડ થવાની સમસ્યા ઊભી થાય તો તમને એની જાણ થાય છે કે નહીં. આ ગંભીર સ્થિતિ ઊભી થતી વખતે તમે અમુક બાબતને જાણીને ચેતી શકો છો.
ગરમીના દિવસોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થવાની વાત સામાન્ય છે. શરીરમાંથી પાણીનું પ્રમાણ એકદમ ઘટી જવાની બાબતને ડિહાઈડ્રેશન કહે છે. આ સ્થિતિમાં વ્યક્તિ મોટી બીમારીનો ભોગ બની શકે છે, તેથી યોગ્ય સમયે તેનું નિદાન થવું જરુરી સાથે ઉપાયને ધ્યાનમાં રાખવા પણ.
મોટા ભાગના લોકો ડિહાઈડ્રેશનને સમજી શકતા નથી. અમુક લોકો લૂ લાગવાની બાબતને જોડે છે, તેથી ક્યારેક વધુ ગંભીર બીમારીના પણ ભોગ બની શકે છે. ખાસ કરીને વ્યક્તિએ પોતાના શરીરમાંથી પાણી ઓછું થાય નહીં એની તકેદારી રાખવાનું જરુરી હોય છે. નીચે જણાવેલી મહત્ત્વની બાબતને ખાસ ધ્યાનમાં રાખો અને જો એનાથી જો સારા થઈ ન શકો તો ડોક્ટરને કન્સલ્ટ કરવાનું જરુરી રહે છે.
ડ્રાય માઉથ ડિહાઈડ્રેશનનું પહેલું લક્ષણ છે. વારંવાર પાણી પીધા પછી જો તમને પાણી પીવાની નોબત આવતી હોય કે તમારા હોઠની આસપાસ સફેદ છારી યા પપડી નજરે પડે તો સમજો તમારા શરીરમાંથી પાણી ઘટી રહ્યું છે.
પેશાબ કરતી વખતે પણ જો કોઈ દુખાવો થતો હોય તો તમે એનો સંકેત સમજી શકો છો. એના સિવાય ડિહાઈડ્રેશન વખતે જો પેશાબ પીળા રંગનો હોય તો ચેતવું જોઈએ.
વિના કારણ શરીરમાં થાક લાગવો, ચક્કર આવવા અને માસંપેશીઓમાં સોજા આવવા એ પણ ડિહાઈડ્રેશનના મહત્ત્વના લક્ષણો છે.
ડિહાઈડ્રેશનને કારણે મોંઢામાંથી દુર્ગંધ આવવી અને જીભનો રંગ પણ સફેદ થાય છે. શરીરમાંથી પાણી ઓછું થવાને કારણે યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફ્કેશન થવાનું જોખમ રહે છે. આ બધા લક્ષણોને કારણે હાર્ટ બિટ પર અસર થઈ શકે છે, જ્યારે વ્યક્તિ બેભાન થઈ શકે છે. જો તમે લોકો પણ આ પ્રકારના કોઈ લક્ષણ અનુભવતા હોય તો વધારે પાણી પીવાનું રાખો તેમ જ ડોક્ટરની સલાહ લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!