કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં 100 ડઝન કેરીનો શણગાર, દર્શન માટે ઉમટી ભકતોની ભીડ
કોલ્હાપુર: અક્ષય તૃતિયા નિમિત્તે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલા Mahalakshmi Mandir કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ માટે આશરે 100 ડઝન કેરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
અક્ષય તૃતિયા નિમિત્તે માતાના દર્શને આવનારા ભકતોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળી હતી.
ગઇકાલે 10મી મેના દિવસે દેશભરના વિવિધ ભાગોમાં ઉત્સાહથી અક્ષય તૃતિયાની ઉજવણી કરવામાં આવી હતી અને એના જ ભાગરૂપે કોલ્હાપુર ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં કેરીઓથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ અંબાબાઈ દેવીની વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું.
અંબાબાઈના આ મનમોહક દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. મંદિરની આ વિશેષ સજાવટ માટે આશરે 100 ડઝન જેટલી કેરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે જ મંદિરમાં અંબાબાઈના ડોલોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અક્ષય તૃતિયાને કારણે મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.
મુંબાદેવી મંદિરમાં પણ કેરીનો વિશેષ શણગાર કરાયો
કોલ્હાપુરની જેમ જ મુંબઈના ફેમસ મુંબાદેવી મંદિરમાં અને દેવીને પણ કેરીનો આ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અક્ષય તૃતિયા નિમિતે તેમ જ વેકેશન પિરીયડને કારણે મંદિર આવનારા ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.