February 21, 2026
મનોરંજનમહારાષ્ટ્ર

Singham Fame Actressનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર…

Spread the love

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આજે એક પછી એક દુઃખદ સમાચારો સામે આવી રહ્યા છે. આજે જ મલયાલમ ફિલ્મ નિર્માતા એમ મોહનના નિધનના સમાચાર સામે આવ્યા, ત્યાર બાદ તમિળ એક્ટર બીજલી રમેશના નિધનના સમાચાર મળ્યા અને હવે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મરાઠી એક્ટ્રેસ સુહાસિની દેશપાંડેનું નિધન થયું છે. પોતાની 70 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુહાસિની દેશપાંડે એક આદરથી લેવાતું મોટું નામ છે. મંગળવારે પુણે ખાતે આવેલા તેમના ઘરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સુહાસિની દેશપાંડેએ 12 વર્ષની ઉંમરથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. મરાઠી ફિલ્મ સિવાય હિન્દી ફિલ્મોમાં પણ તેમણે પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી હતી.
70 વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં 100 વધુ ફિલ્મમાં કામ કરનાર સુહાસિનીના બેસ્ટ ફિલ્મની વાત કરીએ તો તેમાં માના ચ કુંકુ, કથા, આઝ ઝાલે મી મુક્ત, આઈ શપથ, ચિરંજીવ, ધોંડી અને બાકલનો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે એક્ટ્રેસ કાજલ અગ્રવાલની દાદીનો રોલ કર્યો હતો. જોકે, આ ફિલ્મ બાદ તેઓ બોલીવુડની અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહીં.
સુહાસિનીના નિધન બાદથી જ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિગ્ગજ અભિનેત્રીના પાર્થિવ દેહ પર આવતીકાલે પુણેમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!