સુભાષયંદ્ર બોઝની પુણ્યતિથિઃ આજે પણ મોત અંગે સસ્પેન્સ અકબંધ, ‘ગુમનામી’ બાબા કોણ?
Subhash Chandra Bose: 23 જાન્યુઆરી 1897ના નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હોય છે, જ્યારે 18 ઓગસ્ટ 1945ના તાઈવાનના તાઈપેઈમાં તેમની ફ્લાઈટે ઉડાન ભરીને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ જ દિવસને પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે સુભાષ બાબુ આ દુર્ઘટનાથી બચીને ગુમનામ જીવન વ્યતિત કર્યુ હતું. 1945માં બીજા વિશ્વયુદ્ધમા જાપાને પરમાણુ હુમલા પછી હથિયાર નીચે નાખી દીધા હતા. એના થોડા દિવસો પછી 18 ઓગસ્ટ 1945ના નેતાજીનું હવાઈ દુર્ઘટનામાં માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તાઈવાનના તાઈહોકુમાં વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેમનું નિધન થયું હતું. આમ છતાં આજની તારીખે તેમના મૃત્યુ અંગે સસ્પેન્સ અકબંધ છે.
અનેક લોકોનું માનવું છે કે નેતાજી ગુમનામી બાબા તરીકે યુપીમાં 1985 સુધી રહ્યા હતા. નેતાજીના જીવન પર કુન્ડ્રુમ સુભાષ બોઝ લાઈફ આફટર ડેથ પુસ્તક લખનારા અનુજ ધરનો દાવો છે કે યુપીના ફૈઝાબાદમાં અનેક વર્ષો સુધી ગુમનામી બાબા એ સુભાષચંદ્ર બોઝ હતા. લેખકના દાવા અનુસાર તત્કાલીન સરકાર સિવાય નેતાજીનો પરિવાર પણ જાણતો હતો કે તેમનું કનેક્શન ગુમનામી બાબા સાથે હતું, પરંતુ એના અંગે ક્યારેય કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો. તેમના મૃત્યુ સમયે ફક્ત 13 લોકો ઉપસ્થિત હતા. ફૈજાબાદ શહેરની સિવિલ લાયન્સમાં બનાવવામાં આવેલા રામ ભવનમાં ગુમનામી બાબાએ અંતિમ શ્વાસ લીધા હતા.
અનેક લોકોનું માનવું છે કે યુપીમાં 1985 સુધી ગુમનામી બાબા રહ્યા હતા. નેતાજી અંગે વર્ષો સુધી શોધ કરનારા લોકોને પણ શંકા હતી કે ગુમનામી બાબા જ સુભાષચંદ્ર બોઝ હતા, પરંતુ એના અંગે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. યુપીમાં જનતાની માગ પછી 2016માં તત્કાલીન અખિલેશ યાદવની સરકારે અલાહાબાદ હાઈ કોર્ટના આદેશ પછી ગુમનામી બાબાના તપાસ રિપોર્ટ માટે જસ્ટિસ વિષ્ણુ સહાય પંચે પોતાનો રિપોર્ટ ત્રણ વર્ષમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પછી યોગી આદિત્યનાથની સરકારે જાહેર કરીને કહ્યું હતું કે પંચ દ્વારા ગુમનામી બાબા ઉર્ફે ભગવાનજીની કોઈ ઓળખ થઈ શકી નથી. ગુમનામી બાબા અંગે કોઈ અનુમાન કરવામાં આવ્યા છે.
તપાસ પંચના અહેવાલ છતાં ગુમનામી બાબાનો અવાજની સાથે તેઓ બંગાળી હતા તેમ જ હિંદીની સાથે અંગ્રેજીના પણ જાણકાર હતા. યુદ્ધ, રાજકારણ અને સામયિક વિષયોમાં વિશેષ જ્ઞાન ધરાવતા હતા. 10 વર્ષ સુધી અયોધ્યામાં ગુમનામી બાબા સંગીત, સિગારના પ્રેમી હતા. મોટા ભાગનો સમય પૂજા અને ધ્યાનમાં વ્યતીત કરતા હતા, જ્યારે તેમના મૃત્યુ વખતે અમુક લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. બાબાની પાસે નેતાજીના માફક ડઝનેક ગોળ ચશ્મા હતા, જ્યારે 555 સિગારેટ અને વિદેશી દારુ પણ. સુભાષચંદ્ર બોઝના માતાપિતા અને પરિવારના સભ્યોની તસવીરો પણ હતી અને એક રોલેક્સની ઘડિયાળ પણ હતી. ખાસ વાત તો એ હતી કે તેમની પાસે આઝાદ હિંદ ફૌજનો યુનિફોર્મ પણ હતા. જર્મન, જાપાન અને અંગ્રેજી સાહિત્ય પણ તેમની પાસે હતું. ભલે સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં મોત થયું, પરંતુ બાબાનું કનેક્શન એક છે કે નહીં એ તો સમય કહેશે.