Death Anniversary: 45 વર્ષની ઉંમરે વિનોદ મહેરાએ ફાની દુનિયામાંથી લીધી હતી એક્ઝિટ…
70ના દાયકામાં એક અભિનેતાએ સૌનું દિલ જીતી લીધું હતું. ફિલ્મોમાં દમદાર ભૂમિકાને કારણે તેઓ ડિઝર્વ પણ કરતા હતા અને તેમનું નામ હતું. વિનોદ મહેરા. માસુમ ચહેરા અને ચમકતી આંખોને કારણે લાખો છોકરીઓ તેમના પર ફિદા હતી. વિનોદ મહેરાના અફેર પણ અનેક અભિનેત્રીઓના નામ લેવાતા હતા, પરંતુ પર્સનલ લાફઈને લઈ તેઓ હંમેશાં ચર્ચામાં રહ્યા હતા. ચાલો કારણ જણાવીએ.
100થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ
વિનોદ મહેરાને ફિલ્મોમાં લીડ રોલ સિવાય સાઈડ રોલમાં પણ કામ કર્યું હતું. આ અભિનયને પણ સુપેરે નિભાવ્યો હતો, તેથી લોકપ્રિયતા વધી હતી. 100થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં અમર પ્રેમ, ઘર, જાની દુશ્મન, નોકર બીવી કા સામેલ હતી. 70ના દાયકામાં તો ફિલ્મો નહીં, પરંતુ પોતાની વ્યક્તિગત લાઈફને લઈ ચર્ચામાં આવ્યા હતા, કારણ એક નહીં ત્રણ-ત્રણ લગ્નો નિષ્ફળ રહ્યા હતા.
ત્રણ-ત્રણ લગ્ન રહ્યા હતા નિષ્ફળ
વિનોદ મહેરાના પહેલા લગ્ન મીરા બ્રોકા સાથે થયા હતા. બંનેના અરેન્જ મેરેજ હતા, પણ વિનોદ મહેરાના જીવનમાં બિંદિયા ગોસ્વામીની એન્ટ્રી થઈ અને અભિનેતાનું લગ્નજીવનનો પડી ભાગ્યું. વિનોદ મહેરાએ મીરા સાથેના લગ્નના અંત પછી બિંદિયા ગોસ્વામી સાથે લગ્ન કર્યા પણ બિંદિયાએ વિનોદ મહેરા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું કહેવાતું.
રેખા સાથે લગ્નના અહેવાલથી ચર્ચામાં રહ્યા
બિંદિયા ગોસ્વામીએ ડાયરેક્ટર જેપી દત્તા સાથે લગ્ન કર્યા હતા. એકસાથે બબ્બે લગ્નજીવનનો અંત આવ્યા પછી વિનોદ મહેરા રેખાને ડેટ કરી રહ્યા હતા. એટલે સુધી કે રેખા સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હોવાના મીડિયા અહેવાલોને કારણે વિનોદ મહેરા ચર્ચામાં રહ્યા હતા.
બીજી મહત્ત્વની વાત એ હતી કે વિનોદ મહેરાની મા કમલા મહેરાને રેખા પસંદ નહોતી. એટલે સુધી કે વિનોદની માએ રેખાને ઘરમાં એન્ટ્રી જ આપી નહીં, તેથી વિનોદ મહેરા કંઈ કરી શક્યા નહીં અને સંબંધ તૂટી ગયો. જોકે, વિનોદ મહેરા અને રેખાના લગ્નના કોઈ પુરાવા નથી, જ્યારે રેખા એ પણ આ વાતોને ક્યારેય સમર્થન આપ્યું નહોતું. સમય જતા બંનેના સંબંધો વધુ ટક્યા નહીં અને એના પછી બંને અલગ થઈ ગયા હતા. મુંબઈ કે બોલીવૂડની દુનિયા રાસ નહીં આવ્યા પછી વિનોદ મહેરાએ કેન્યાના એક ઉદ્યોગપતિની દીકરી કિરણ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્ન કર્યા પછી બંનેના સંતાનો (રોહન અને સોનિયા નામે બે બાળક) હતા.
30મી ઓક્ટોબરે મુંબઈમાં નિધન થયું
કહેવાય છે કે વિનોદ મહેરાના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં આરોગ્ય કથળ્યું અને અચાનક અવસાન થયું. 30મી ઓક્ટોબર, 1990માં હાર્ટ એટેકને કારણે મુંબઈમાં વિનોદ મહેરાનું અવસાન થયું હતું. હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમની ઉંમર માંડ 45 વર્ષની હતી. એક ઉમદા અભિનેતાએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કે અચાનક દુનિયામાંથી એક્ઝિટ લેવી પડશે.