June 30, 2025
રમત ગમત

DC VS RR: IPL રોમાંચક મેચમાં રાજસ્થાન સામે દિલ્હી સુપરઓવરમાં જીત્યું

Spread the love

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ સુપર ઓવરમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સને હરાવીનો નવો ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં પહેલા બેટિંગ માટે આવેલી કરતા દિલ્હીની ટીમે 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ (RR) નિર્ધારિત સ્કોર ચેઝ કરી શક્યું નહોતું, પરિણામે મેચ સુપરઓવરમાં પહોંચી ગઈ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સની જોરદાર જીત થઈ હતી.

અક્ષર પટેલની આગેવાની હેઠળની ટીમે રાજસ્થાન રોયલ્સને 188 રન કરવામાં હંફાવી દીધા હતા, તેમાંય વળી છેલ્લી ઓવરમાં જીત માટે નવ રન કરવા દીધા નહોતા. છેલ્લા બોલમાં બે રન નહીં કરવા દેતા હાથમાં વિકેટ હોવા છતાં રન આઉટ થતા એક જ રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. બીજી બાજુ સુપરઓવરમાં રાજસ્થાનની ટીમ પૂરા છ બોલ રમી શકી નહોતી, જ્યારે બે વિકેટ પણ ગુમાવી હતી.

સુપરઓવરમાં બીજા દાવમાં બેટિંગમાં રહેલી ટીમ રમવા આવ્યા પછી છ બોલમાં 11 રન કરી શકી હતી. રાજસ્થાન રોયલ્સે 11 રન કરવામાં પણ બે વિકેટ રન આઉટના સ્વરુપે ગુમાવી હતી, જ્યારે તેના જવાબમાં રમવા આવેલી દિલ્હી કેપિટલ્સે સુપરઓવરની બેટિંગની જવાબદારી કેએલ રાહુલ અને સ્ટબ્સે સંભાળી હતી.

રાજસ્થાન રોયલ્સ વતીથી બોલિંગની જવાબદારી સંદીપ શર્માએ કરી હતી, જેમાં ચાર બોલમાં જ સુપરઓવર પતાવી નાખી હતી. પહેલા બોલમાં રાહુલે બે રન લીધા પછી બીજા બોલમાં ચોગ્ગો, ત્રીજા બોલમાં સિંગલ રન લીધા પછી ચોથા બોલમાં સ્ટબ્સે સિકસર મારતા મેચમાં શાનદાર વિજય થયો હતો.

અહીં એ જણાવવાનું કે 2021 પછી પહેલી વાર IPLમાં કોઈ મેચ ટાઈ થઈ છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા, જ્યારે તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 4 વિકેટે 144 રન બનાવ્યા હતા. આ જીત સાથે જ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ. છ મેચમાં પાંચ જીત સાથે તેમના 10 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે રાજસ્થાન સાત મેચમાંથી પાંચ મેચમાં હાર અને બેમાં જીત સાથે ચાર પોઈન્ટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!