June 30, 2025
લાઈફ સ્ટાઈલહેલ્થ

પીઠ-કમરના દુખાવાની અવગણના કરવાનું ભારે પડી શકે…

Spread the love

હાર્ટ એટેકનું જોખમ દિવસે દિવસે વયોવૃદ્ધ લોકોને જ નહીં, નાની ઉંમના લોકોમાં જોવા મળે છે. બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીમાં બેદરકારીને કારણે જાણે અજાણે લોકો નાની બીમારીમાંથી મોટી બીમારીના ભોગ બને છે. વિન્ટર સીઝનમાં ખાણીપીણીના ધ્યાન રાખવાની સાથે ખાસ તો નાના મોટા દુખાવાની પણ અવગણના કરશો નહીં.
અસાધારણ દુખાવો હોય તો ડોક્ટરનો સંપર્ક કરો
પીઠ યા કમરના દુખાવાને પણ અવગણશો નહીં. ખાસ તો વધારે પડતો દુખાવો થતો હોય તો ડોક્ટરનો સંપર્ક કરવાનું જરુરી રહે છે. પીઠ-કમરના દુખાવાને હળવેથી લેશો નહીં. હાર્ટ એટેકનું ગંભીર જોખમ ઊભું કરી શકે છે, તેનાથી તમારા હાર્ટની ધમણીઓમાં લોહીના સંચારને રોકી શકે છે. લોહીના પરિભ્રમણને રોકવા અથવા જામ થવાથી હાર્ટને લોહી નહીં પહોંચતા મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો તમારા હાર્ટમાં પણ લોહી પહોંચે નહીં તો અન્ય અંગોમાં ઓક્સિજન અને પોષક તત્વોની ઉણપ ઊભી થઈ શકે છે. કમર, પેટ યા ગરદનમાં અચાનક દુખાવો થઈ શકે છે અને આવો દુખાવો લાંબા સમય સુધી તમે અનુભવો તો તેને હળવેથી લેશો નહીં.
ખાણીપીણીમાં નિયમતતા જરુરી
આ ઉપરાંત, એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ (એસીએસ)ને ડેથ માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એની સાથે સાથે દુનિયાભરની જાણીતી બીમારીની સમસ્યા પૈકીની એક છે. તમારા આરોગ્ય માટે સૌથી પહેલા તમારી જીવનશૈલી યોગ્ય હોવી જોઈએ અને એની સાથે ખાણીપીણી મુદ્દે પણ નિયમિતતા જરુરી છે, જેમાં બેદરકારી દાખવવાથી મોટા ભાગના લોકોને ગંભીર માયોકાર્ડિયલ ઈસ્કિમિયાના શિકાર બને છે. કોરોનરી એ હાર્ટની બીમારીનું સૌથી મોટું કારણ છે, જેમાં ધૂમ્રપાન, હાઈ બીપી અને હાઈપરલિપિડેમિયા છે. એક સંશોધન મુજબ ડિસેમ્બરમાં એક્યુટ કોરોનરી સિંડ્રોમ જેવી ઘટના વધારે બને છે, જ્યારે માર્ચમાં સૌથી ઓછી ઘટના બની હતી.
છાતીમાં દુખાવો હોય તો અવગણશો નહીં
શિયાળા-શરદ ઋતુમાં વૃદ્ધ દર્દીઓમાં એસીએસનું પ્રમાણ વધી જાય છે, જ્યારે તેમની ખાણીપીણીનું પ્રમાણનું કારણ હતું. ઉંમરને કારણે પણ એસીએસ વધારે અસર થાય છે. વાત કરીએ હાર્ટ એટેકના અન્ય જોખમી લક્ષણોની. છાતીમાં દુખાવો અથવા દબાણઃ જો છાતીમાં દુખાવો અથવા જોરદાર બળતરા થતી હોય એના અંગે ચેતી જજો, જે સામાન્ય લક્ષણ છે. બીજું શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે પરસેવો આવવો કે પછી ઠંડી લાગવી. વિના કારણ ચક્કર આવવા કે પછી ભૂખ લાગવી નહીં. વિના કારણ પેટમાં કે છાતીમાં દુખાવો થવાની બાબતોને પણ અવગણશો નહીં. પીઠના નીચલા હિસ્સામાં એકાએક દુખાવો થાય તો પણ તેની અવગણના કરશો નહીં. ઉપરના કોઈ પણ દુખાવો થાય તો તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!