February 20, 2026
મુંબઈ

Monsoon Seasonમાં મુંબઈના આ વિસ્તારો પર તોળાઈ રહ્યું છે જોખમ, BMCએ આપી ચેતવણી…

Spread the love

મુંબઈ: આ વખતે રાજ્ય સહિત મુંબઈમાં મોન્સુન જલદી દાખલ થશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ આ આગાહીને પગલે જ ભાંડુપ, વિક્રોલી, પવઈ જેવા વિસ્તારોમાં ડુંગર પર કે આસપાસના પરિસરમાં ભેખડ ધસી પડવાની શક્યતા હોય છે જેને કારણે ત્યાંના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ભલામણ પાલિકા(BMC)ના એસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન ઉદભવતી અતિવૃષ્ટિની પરિસ્થિતિને કારણે અનેક વખત ડુંગરાળ વિસ્તારમાં ભેખડ ધસી પડવાને કારણે જાનહાનિ તેમ જ માલહાનિ થઈને દુર્ઘટના સર્જાઈ શકે છે. જેને કારણે પાલિકા દ્વારા તકેદારીના પગલાંરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને નાગરિકોને આ અંગેની જાણ કરતી નોટિસ પણ મોકલાવી છે.

પાલિકા અધિકારી દ્વારા આપવામાં આ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર વિક્રોલી વેસ્ટમાં આવેલા સૂર્યા નગર, પવઈમાં આવેલા ઈન્દિરા નગર, ગૌતમ નગર, પાસપોલી, જયભીમ નગર, તેમ જ ભાંડુપ વેસ્ટમાં આવેલા રમાબાઈ આંબેડકર નગર 1 અને 2, નરદાસનગર, ટેમભી પાડા, ગાંવદેવી ટેકડી, ગાંવદેવી માર્ગ, રાવતે પંપાઊંડ ખિંડીપાડા, રામનગર, હનુમાન નગર, હનુમાન ટેકડી, અશોક ટેકડી, ડકલાઈન માર્ગ, નવજીવન સોસાયટી, તાનાજી વાડી, દર્ગા માર્ગ, ખદાન વિશ્વ શાંતિ સોસાયટી સહિતના પરિસરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોને જોખમ હોઈ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.
સ્થળાંતર ના કરનારા અને ત્યાં જ રહેનારા લોકોને ચોમાસા દરમિયાન થનારી કોઈ પણ દુર્ઘટના માટે પાલિકા જવાબદાર રહેશે નહિ આવું પણ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પડેલા કમોસમી વરસાદને કારણે મુંબઈમાં ઘાટકોપર ખાતે મસમોટું હોર્ડિંગ પડી જવાને કારણે થયેલી દુર્ઘટનાને કારણે 17 લોકોના મૃત્યુ થયું હતું જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દરમિયામાન મે મહિનાના મધ્યમાં જ પાલિકા કમિશનર દ્વારા પણ સબંધિત વિભાગોને ચોમાસા પૂર્વેના કામ ઝડપથી પૂરા કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!