Happy Birthday દલાઈ લામા: ભારત સાથે શું કનેક્શન ધરાવે છે?
મારું શરીર તિબેટનું છે, પરંતુ મારો જીવ આધ્યાત્મિક રીતે ભારતીયનો છેઃ દલાઈ લામા

દલાઈ લામાનું જીવન અને સાહસ દુનિયાભરના લોકો માટે પ્રેરણાદાયક છે. આજના જન્મદિવસે પોતાના અનુયાયીઓ માટે શાંતિ, પ્રેમના સંદેશ સાથે દુશ્મનોને શાંતિથી આપી રહ્યા છે ટક્કર. દલાઈ લામાનો જન્મદિવસ ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર છ જુલાઈના આવે છે, પરંતુ તિબેટિયન કેલેન્ડર અનુસાર એનું સેલિબ્રેશન 30 જૂનથી શરુ થાય છે.ઉત્સવમાં લગભગ 40,000થી વધુ લોકો આવે છે, જ્યારે દુનિયાના અનુયાયીઓ માટે વિશેષ મહત્ત્વ છે.
દલાઈ લામાનું ભારત સાથે શું છે કનેક્શન
દલાઈ લામા તિબેટના બૌદ્ધ ધર્મના ગેલુગ સંપ્રદાયના સૌથી મોટા ધર્મગુરુ છે. 1959માં તિબેટથી ભારત આવીને વસ્યા હતા. 2017માં ગુવાહાટીમાં તેમની મુલાકાત આસામ રાઈફલ્સના જવાન નરેન ચંદ્ર દાસ સાથે થઈ હતી અને નરેન્દ્ર ચંદ્ર દાસે જ 1959માં દલાઈ લામાને તિબેટથી ભારત લાવવામાં મદદ કરી હતી. પાંચમી અસમ રાઈફલ્સ બટાલિયનના સભ્ય હતા અને નરેન્દ્ર દાસે દલાઈ લામાને આસામના બાલીપુરા સુધી પહોંચાડ્યા હતા.
ચીન દલાઈ લામાને અલગાવવાદી માને છે
માર્ચ, 1959માં જ્યારે ચીની સૈનિકોએ તિબેટના વિદ્રોહને કચડી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે 14મા દલાઈ લામા તેનજિન ગ્યાત્સો ભારત આવ્યા હતા. એ વખતે તેમની ઉંમર 20 વર્ષ હતી, જ્યારે તિબેટવાસીઓનું ભવિષ્ય પણ અંધકારમય લાગતું હતું. અહીં દાયકાઓ પછી પણ તેમના અનુયાયીઓની સંખ્યામાં આજે પણ વધારો થયો છે. દલાઈ લામાને 1989માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચીન દલાઈ લામાને ખતરનાક અલગાવવાદી માને છે પણ દલાઈ લામાનું લક્ષ્ય તિબેટની સ્વતંત્રતાને બદલે સ્વાયત્તાનો છે.
મઠવાસીઓએ તેનજિન ગ્યાત્સો નામ આપ્યું
જુલાઈ, 2025માં 90 વર્ષના થશે, ત્યારે તેમના નિધન પૂર્વે ઉત્તરાધિકારી બનાવશે અને એની 600 વર્ષ જૂની બૌદ્ધ પરંપરા અકબંધ રહેશે. 6 જુલાઈ, 1935ના તિબેટના એક નાના ગામમાં દલાઈ લામાનો જન્મ થયો હતો. માતાપિતાએ તેમનું નામ લ્હામો ધોંડુબ રાખ્યું હતું, જ્યારે પિતા પણ ખેડૂત હતા. બે વર્ષના હતા ત્યારે બૌદ્ધ અધિકારીઓની સાથે એક ટીમે તેમને દલાઈ લામાના પુનર્જન્મ રુપે ઓળખ્યા હતા અને ચાર વર્ષની ઉંમરે તેમને સિંહાસન પર બેસાડ્યા હતા. મઠવાસીઓ તેમને તેનજિન ગ્યાત્સો નામ આપ્યું હતું.

પંદર દિવસના આકરા પ્રવાસ પછી ભારતનું શરણું લીધું
મઠમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી બૌદ્ધ દર્શનમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી અને તેમને ગેશે લ્હારમ્પાની ઉપાધિ મેળવી હતી. 1950માં જ્યારે પંદર વર્ષના હતા ત્યારે ચીનની નવ સ્થાપિત કમ્યુનિસ્ટ સરકારે તિબેટમાં પ્રવેશ કર્યો હતો. ચીન પ્રભુત્વ જમાવે એ પહેલા સમગ્ર દેશની સત્તા પોતાના હાથમાં લીધી પછી 10 માર્ચ 1959માં ચીનના ષડયંત્ર હેઠળ દલાઈ લામાને આમંત્રણ આપ્યું હતું, પરંતુ ભાગ લીધો નહીં. ચીનની મુરાદ જાણીને તિબેટિયન લોકોએ બળવો કર્યો અને હજારો લોકોને ચીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આજે ધર્મશાલા તિબેટિયનવાસીઓનું હોમ ટાઉન બન્યું છે
છેલ્લે તિબેટમાંથી પોતાના દળ સાથે હિમાલયના રસ્તે લગભગ પંદર દિવસના મુશ્કેલ પ્રવાસ પછી ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા. ભારત સરકારે તેમને શરણ આપ્યું અને ત્યારથી ઉત્તર ભારતના ધર્મશાલા ખાતે વસી ગયા અને આજની તારીખે તિબેટનું ગૃહ નગર બન્યું હતું. અહીં દલાઈ લામા પછી લગભગ 80,000થી વધુ તિબેટિયન નિર્વાસિત છે, જેમાં મોટા ભાગના લોકો અહીં રહી ગયા છે. ભારત, ચીન અને તિબેટમાં હાલ તો દલાઈ લામાના ઉતરાધિકારીની પસંદ કરવા અંગેની ચર્ચા છે. પણ દલાઈ લામાની એક વાત ભારત સાથેના સંંબંધની મૂડી છે. તેમણે કહ્યું હતું કે મારું શરીર તિબેટનું છે, પરંતુ મારો જીવ આધ્યાત્મિક રીતે ભારતીયનો છે.
