પ્રોટીન: તમારા શરીર માટે કેમ છે જરૂરી અને કેટલી માત્રા લેવી જોઈએ?
ICMR મુજબ જાણો ઉંમર, વજન અને એક્ટિવિટીના આધારે પ્રોટીનની દૈનિક જરૂરિયાત, વધુ કે ઓછું પ્રોટીન લેવાના ગેરફાયદા
પ્રોટીન એવું ન્યુટ્રિએન્ટ છે, જે દરેક વ્યક્તિ માટે જરુરી છે. માસપેશીઓની મજબૂતાઈ, હોર્મોન બનાવવા, ટિશ્યૂને રિપેર કરવા અને ઈમ્યુન સિસ્ટમે મજબૂત બનાવવાની સાથે વાળ, ચામડી અને નખને મજબૂત બનાવવાનું કામ કરે છે, તેથી પ્રોટીનની યોગ્ય માત્રા લેવાનું જરુરી રહે છે.
પ્રોટીનની માત્રા વધુ લેવાથી કિડની પર પણ અસર થાય છે, જેનાથી ક્યારેક સમસ્યા પણ ઊભી થાય છે. ક્યારેક પ્રોટીન ઓછું હોવાને કારણે શરીરમાં પણ નબળાઈ રહે છે. જોકે, પ્રોટીનની જરુરિયાત હંમેશાં એક સરખી રહેતી નથી, કારણ કે ઉંમર, વજન અને ફિઝિકલ એક્ટિવિટી પર વધારે નિર્ભર કરે છે. અમુક કિસ્સામાં વધારે કસરત કરનારા યા સખત મહેનત કરનારા લોકોને પણ વધુ પ્રોટીનની જરુર રહે છે, જ્યારે સામાન્ય જીવનશૈલી હોય તેમને ઓછું પ્રોટીન હોય છે, તેથી ચાલો જાણીએ કેટલા પ્રમાણમાં પ્રોટીીન લેવાથી ફાયદો થાય.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સ (આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર વયસ્કો માટે રોજ શરીરમાં વજન કિલોગ્રામદીઠ 0.83 ગ્રામ પ્રોટીનની જરુરિયાત રહે છે, જેથી જો તમારું વજન 80 કિલો હોય તો તમે રોજના 66 ગ્રામ પ્રોટીનની જરુરિયાત રહે છે. એક્સપર્ટનું કહેવું છે કે જે વ્યક્તિ રોજ જિમ જાય અથવા કસરત કરતા હોય તો 1.2થી 2 ગ્રામ પ્રતિકિલોએ બોડી વેટ પ્રમાણે પ્રોટીનનું સેવન કરવું જોઈએ. જો કોઈનું વજન 80 કિલો હોય તો 1.2 ગ્રામ પ્રતિકિલો બોડી વેટના હિસાબથી 96 ગ્રામ અને 2 ગ્રામ પ્રતિકિલો બોડી વેટના હિસાબે 160 ગ્રામ પ્રોટીનની જરુરિયાત રહે છે.
આઈસીએમઆર દ્વારા જણાવ્યું છે કે વયસ્ક પુરુષ માટે (મિડિયમ એક્ટિવિટી માટે) દિવસના 54 ગ્રામ જરુરી રહે છે. મિડિયમ એક્ટિવિટીવાળી વયસ્ક મહિલાઓ માટે 45.7 ગ્રામ, ગર્ભવતી મહિલા માટે (મિડિયમ એક્ટિવિટી) રોજ (ચોથાથી છઠ્ઠા મહિના)ના 9.5 ગ્રામ અને સાતમા અને નવા મહિના માટે 22 ગ્રામ) તથા બ્રેસ્ટ ફિડિંગ કરનારી મહિલાને પહેલા છ મહિના 16.9 ગ્રામ અને ડિલિવરી પછીના છથી 12 મહિના માટે 13.2 ગ્રામ જરુરી રહે છે.
(આ ફક્ત માહિતી આધારિત આર્ટિકલ છે, જ્યારે આરોગ્ય સંબંધિત સમસ્યા માટે તબીબનો સંપર્ક જરુરી)
