રોજિંદા જીવનમાં આ 5 વસ્તુની રેગ્યુલર સફાઈ કરજો નહીં તો બની શકે બીમારીનું ઘર
ઘરની આ સામાન્ય વસ્તુઓમાં છુપાયેલા બેક્ટેરિયાથી બચવા માટે જાણો સફાઈની સાચી રીત
ઘરમાં રોજબરોજમાં વપરાતી વિવિધ ચીજવસ્તુઓને રેગ્યુલર સાફ કરવાનું જરુરી છે, જેમાં અમુક વસ્તુઓ તમને જોવામાં સાફ લાગતી હોય છે, પરંતુ તેમાં બેક્ટેરિયા હોય છે. ઘરમાં એવી અમુક વસ્તુઓ હોય છે જેને રોજ સાફ-સફાઈ કરવાનું જરુરી હોય છે એમ કરવાથી તમને ફાયદો પણ થાય છે. એવી વસ્તુઓને જાણો જેને સાફ કરવા અથવા ચેન્જ કરવાનું જરુરી રહે છે.
ઘરના બેડરુમ અથવા સોફામાં રાખવામાં આવતા તકિયા આમ તો સાફ જ લાગતા હોય છે, પરંતુ પંદરેક દિવસમાં સાફ કરતા હોય છે, પરંતુ કવરને રેગ્યુલર સાફ રાખવા જોઈએ. વાસ્તવમાં તકિયામાં પરસેવો, તેલ, વાળની ગંદકી પણ ચિપકતી રહે છે, જેને સાફ નહીં કરવાથી બેક્ટેરિયાનો ભરાવો થાય છે, જે સ્કીન એલર્જી અથવા ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.
તમારા રેગ્યુલર વાપરવામાં આવતા ટોવેલ યા નેપ્કિન. નેપ્કિન અને ટોવેલને હમેશાં વાપરતા હો છો, જે સૌથી વધુ ભીના યા બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધારે રહે છે. ટોવેલ ખાસ કરીને સ્કીન એનર્જીનું કારણ બની શકે છે. ખાસ કરીને સેન્સેટિવ સ્કીનવાળા લોકોએ સાવધ રહેવું જોઈએ તેમ જ રેગ્યુલર ધોવા જોઈએ અથવા સાફ રાખવા જોઈએ.
તમારી વિન્ડોના પડદા હોય કે સોફાના કવરને પણ રેગ્યુલર સાફ-સફાઈ કરવાનું રાખો. આ સોફાના કવર પણ બીમારીનું કારણ બની શકે છે. ઘરમાં બાળકો હોય તો તેના પર બેસવા અથવા ગંદા હાથ-પગ સાથે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ક્યારેક એની સફાઈ કરવાનું ભૂલી જાઓ તો નુકસાન થઈ શકે છે, તેથી તમારા પડતા યા સોફાના કવર પંદર દિવસે ધોવાનું રાખો યા એના પરની ડસ્ટને દૂર કરવાનું રાખી શકો છો.
તમારા વાળ સાફ કરવા માટે વાપરતા કાંસકાની પણ રેગ્યુલર સફાઈ જરુરી છે. કાંસકાને સાફ કરવાનું જરુરી રહે છે, કારણ કે ક્યારેક સ્કેલ્પ ઈન્ફેક્શનનું પણ જોખમ રહે છે. ખળતા વાળ યા અન્ય સ્કીનની બીમારીથી દૂર રહેવા માટે તમારા હેર સ્ટાઈલના સામાનને સાફ રાખવા જરુરી છે. ગરમીના દિવસોમાં તમે રેગ્યુલર પાણી પીવાનું ધ્યાન રાખો. તમારી પાણીની બોટલને પણ રેગ્યુલર સાફ રાખો, જેને બે-ત્રણ દિવસમાં સાફ રાખો.
