છૂટાછેડાની અટકળો વચ્ચે ચહલ અને ધનશ્રીએ એકબીજાને Instagram પર કર્યાં ‘અનફોલો’
ગયા વર્ષે ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પત્નીથી અલગ થયા પછી આ વર્ષે વધુ એક ક્રિકેટર પત્નીથી અલગ થવાની અટકળોએ જોર પકડ્યું છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની કમ કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના લગ્નના પાંચ વર્ષ પછી હવે અલગ થવાની અટકળોએ જોર પકડ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાના નિર્ણય પછી મીડિયા પર લોકો તર્ક-વિતર્ક કરી રહ્યા છે.
ચહલે ક્રિપ્ટિક સ્ટોરી લખીને આપ્યો મેસેજ
ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા પછી ચહલે પોતાના એકાઉન્ટમાંથી ધનશ્રીની તમામ તસવીરો હટાવી દીધી છે, પરિણામે બંને અલગ થવાની વાતોની અટકળોએ જોરદાર જોર પકડ્યું છે ત્યાર બાદ ચહલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ પોસ્ટ કરી છે. ચહલે એક સ્ટોરી શેર કરી છે, જેમાં લખ્યું હતું કે સખત મહેનત વ્યક્તિના ચરિત્રનો નિર્દેશ કરે છે. એક લાંબી લચક પોસ્ટમાં પોતાના માતાપિતા અને જીવન વિશેની વાતો જણાવી છે. આ વાત અંગે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે, ત્યારબાદ અફવાઓએ જોર પકડ્યું હતું કે બંને અલગ થશે. ચહલે પોતાના એકાઉન્ટમાંથી ધનશ્રીની તમામ તસવીરો હટાવી દીધી છે. નજીકના સૂત્રોએ પણ દાવો કર્યો હતો કે બંને કેટલાક સમયથી અલગ રહે છે. 2020માં લગ્ન કરેલા યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી બંને અલગ થવા મુદ્દે હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી.
2023માં અટકળો પછી ચહલે કરી હતી સ્પષ્ટતા
છેલ્લા કેટલાક સમયથી ચહલ અને ધનશ્રી અલગ અલગ રહે છે, જેમાં પહેલી વખત એવું નથી બન્યુ કે પહેલી વાર અફવા આવી છે. 2023માં ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલનું નામ હટાવ્યું હતું, ત્યાર પછી બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો વહેતી થઈ હતી. એ જ વખતે ચહલે ક્રિપ્ટિક પોસ્ટ લખી હતી, જેમાં લખ્યું હતું કે નવું જીવન લોડ થઈ રહ્યું છે. ત્યાર બાદ અલગ થવાની અટકળો પર પણ ચહલે પૂર્ણવિરામ મૂક્યું હતું. ચાહકોને ખોટી વાત પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી હતી.
