July 1, 2025
નેશનલ

હરિયાણાની ચૂંટણીમાં સહવાગની એન્ટ્રીઃ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન, પ્રયારનો વીડિયો વાઈરલ

Spread the love

હરિયાણામાં પાંચમી ઓક્ટોબરથી મતદાન થશે. ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે છ વાગ્યા સુધીમાં ચૂંટણી પ્રચાર શમી જશે ત્યારે હવે દરેક પાર્ટી મતદારોને રિઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેશે. સ્ટાર પ્રચારકો પણ મતદારોને તેમની પસંદના ઉમેદવારોને મતદાન કરે એના માટે અપીલ કરશે, ત્યારે હરિયાણામાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે ભારતીય ક્રિકેટના ધુરંધર ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ હરિયાણાનો તોશામ પહોંચ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. વિરેન્દ્ર સહવાગના આવવાથી ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર થવાના એંધાણ છે.
સેહવાગે કોંગ્રેસના ઉમેદવાર માટે માગ્યા મત
પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગે બુધવારે તોશામ પહોંચ્યા હતો. કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીનો પ્રયાર કરીને મતદારોને મત આપવા અપીલ કરી હતી. વિરેન્દ્ર સહવાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સેહવાગ જનતાને અનિરુદ્ધ ચૌધરી માટે મતની અપીલ કરે છે. વીડિયોમાં તમને સેહવાગ જોવા મળશે સૌથી પહેલા જનતાને રામ, રામ કહે છે પછી હરિયાણવીમાં લોકો સાથે વાત કરે છે. વીડિયોમાં સહવાગ લોકોને રામ, રામ, લઠ્ઠ ગાડ રાખ્યા હૈ વગેરે કહે છે. દરમિયાન કોંગ્રેસના નેતાની વિવિધ રેલીના પોસ્ટરમાં સહવાગના પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.


મારી ફરજ નિભાવી રહ્યો છું
વિરેન્દ્ર સહવાગે કહ્યું કે અત્યારે હું મારી ફરજ નિભાવી રહ્યો છું. જ્યારે આપણા મોટા ભાઈ કામ કરતા હોય ત્યારે સૌએ તેનો સહકાર આપવો જોઈએ, મદદ કરવી જોઈએ. સહવાગે કહ્યું કે અનિરુદ્ધ ચૌધરીએ જનતાને જે વચનો આપ્યા છે એ પૂરા કરશે, કારણ કે વહીવટી સંચાલનનો અનુભવ ધરાવે છે. તોશામની જનતાને એટલું ચોક્કસ કહીશ કે જો તેઓ જીતીને આવ્યા તો તમને નિરાશ કરશે નહીં, પરંતુ તમને ખુશીઓ આપશે. અનિરુદ્ધ ચૌધરીને પોતાના ભાઈ માનું છું તથા તેમના પિતા રણબીર સિંહ મહેન્દ્ર (બીસીસીઆઈ)ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેમણે પણ મારું સમર્થન કર્યું હતું. મને વિશ્વાસ છે કે કોંગ્રેસની જીત થશે.
તોશામની સીટ પર કોની-કોની ટક્કર?
હરિયાણા વિધાનસભાની તોશામ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરી અને પૌત્ર અનિરુદ્ધ ચૌધરી વચ્ચે જંગ છે. શ્રુતિ કિરણ ચૌધરીની પુત્રી છે, જ્યારે અનિરુદ્ધ ચૌધરી બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ રણવીર સિંહ મહેન્દ્રનો પુત્ર છે. તમને જણાવી દઈએ કે શ્રુતિ ચૌધરી અનિરુદ્ધ ચૌધરીની પિતરાઈ બહેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!