સચિન, વિરાટ કે ધોની નહીં પણ આ ક્રિકેટર છે સૌથી શ્રીમંત
ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર ક્રિકેટરમાં એકથી એક નામ છે. દરેકની રમવાની ટેક્નિક, સ્વભાવ પણ અલગ છે, જ્યારે પૈસાની રીતે પણ દરેક સરખા નથી. દરેક ક્રિકેટર ક્રિકેટ સાથે પ્રોફેશનલ રીતે પણ સમૃદ્ધ છે. દરેકના કદ પ્રમાણે હરેક ક્રિકેટરની પહોંચ પણ મોટી છે. વાત કરીએ ભારતના ધનાઢય ક્રિકેટરની, જે ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, કિંગ વિરાટ કોહલી હોય કે મહેન્દ્ર સિંહ ધોની કરતા પણ સંપત્તિ વધારે છે. હવે સવાલ એવો થાય કે એવો કોણ મહારથી છે. સચિન કે વિરાટ કોહલીએ એડવર્ટાઈઝિંગ વર્લ્ડમાં ધૂમ મચાવીને કમાણી કરી છે, પરંતુ આ મહારથી ક્રિકેટરનું નામ છતાં આર્યમાન વિક્રમ બિરલા.
નવમી જુલાઈ 1997ના મુંબઈમાં જન્મેલા આર્યમાન વિક્રમ બિરલા ફક્ત એક ક્રિકેટર જ નથી, પરંતુ સફળ બિઝનેસમેન છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાનો દીકરો છે. આર્યમાનની કૂલ સંપત્તિ લગભગ 70,000 કરોડ રુપિયા છે, જે ભારતીય ટીમના જાણીતા ક્રિકેટર તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની કરતા વધારે હોવાનો અંદાજ છે.
આર્યમાનની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો રણજી ટ્રોફીમાં 2017-18 વખતે મધ્ય પ્રદેશવતીથી રમવાનું શરુ કર્યું હતું. ફર્સ્ટ ક્લાસ સિરીઝની ક્રિકેટ મેચમાં 414 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને એક હાફ સેન્ચુરી મારી હતી. શાનદાર પ્રદર્શનને કારણે આર્યમાનને રાજસ્થાન રોયલ્સે 2018 ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની લિલામીમાં 30 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. શાનદાર ક્રિકેટ રમવા છતાં અંગત કારણોસર 2019માં ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.
બિઝનેસ દુનિયાની વાત કરીએ તો આર્યમાને બિઝનેસ વર્લ્ડમાં પણ સફળતા હાંસલ કરી છે. તેની બહેન અનન્યા બિરલાને 2023માં આદિત્ય બિરલા ગ્રુપની મુખ્ય કંપની ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં સામેલ કરી હતી. આર્યમાન આદિત્ય બિરલા ગ્રુપની અનેક કંપનીમાં ડાયરેક્ટર તરીકે પણ કામગીરી કરે છે.
આર્યમાનની અંદાજિત સંપત્તિ 70,000 કરોડ રુપિયા છે, જે ભારતના જાણીતા ક્રિકેટરથી પણ વધારે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ગોડ ઓફ ક્રિકેટ કહેવાતા સચિન તેંડુલકરની સંપત્તિ પણ 1,100 કરોડ છે, જ્યારે વિરાટ કોહલીની પણ કૂલ સંપત્તિ 900 કરોડ તેમ જ મહેન્દ્ર સિંહ ધોનીની સંપત્તિ 800 કરોડ રુપિયા હોવાનો અંદાજ છે. ટૂંકમાં, સચિન, વિરાટ અને ધોની કરતા આર્યમાનને ધનાઢય ક્રિકેટરમાં ટોચના ક્રમે હોવાનું માનવામાં આવે છે.