Covid19: એસ્ટ્રાજેનેકા કંપનીની રસી મુદ્દે ચોંકાવનારી કબૂલાત
કોરોના મહામારી દરમિયાન કોવિશિલ્ડ વેક્સીન લગાવનારા માટે ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. આ વેક્સિન તૈયાર કરનારી કંપનીએ તાજેતરમાં ચોંકાવનારી કબૂલાત કરી છે. કોવિડ વેક્સિન ઉત્પાદક કંપની એસ્ટ્રાજેનેકાએ આ રસીને કારણે થનારી સાઈડ ઈફેક્ટ થવાનો ખુલાસો કરીને દુનિયાની ચિંતા વધારી છે.
કોવિડ વેક્સિનની સાઈડ ઈફેક્ટ થવાના તમામ દાવાઓની વચ્ચે રસી લગાવનારી કંપનીએ નવો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં નવો ખુલાસો કરતા કંપનીએ દસ્તાવેજોમાં પહેલી વખત કબૂલાત કરી છે કે રસીને કારણે સાઈડ ઈફેક્ટ થાય છે, પરંતુ આવા કિસ્સાની સંખ્યા ઓછી હોવાનો દાવો પણ કર્યો હતો.
કોરોના મહામારી દરમિયાન પૂરી દુનિયામાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ વેક્સિનને કોવિશિલ્ડ અને વેક્સજેવરિયા સહિત અનેક નામથી વેચવામાં આવી હતી. હવે આ વેક્સિનને કારણે થનારા લોકોમાં મૃત્યુના કિસ્સા સહિત ગંભીર બીમારીનું જોખમ ઊભું થવા બાબતમાં એસ્ટ્રાજેનેકા કંપની પર કેસ કરવામાં આવ્યો હતો. કંપની પર આરોપ મૂકવામાં આવ્યો છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મદદથી જે વેક્સિન તૈયાર કરી છે, તેનાથી અનેક પ્રકારની સાઈડ ઈફેક્ટ થઈ રહી છે.
કોરોના મહામારી દરમિયાન રસી લીધા પછી અનેક લોકોને તેની સાઈડ ઈફેક્ટ થઈ હતી, ત્યાર બાદ અનેક પરિવારે કોર્ટમાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે એસ્ટ્રાજેનેકા રસીની સાઈડ ઈફેક્ટને કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ હતી.
કંપનીએ જે કંઈ પણ કબૂલાત કરી છે, તેનાથી સંભવિત ખતરાનું જોખમ હોવાની વાત સ્પષ્ટ થઈ છે. કંપની સામે જેમી સ્કોટ નામની વ્યક્તિએ કંપની સામે કેસ કર્યો હતો. એપ્રિલ 2021માં એસ્ટ્રાજેનેકા વેક્સિનની રસી લીધી હતી, ત્યારબાદ તેને પર્મેનન્ટ બ્રેઈન ઈન્જરીની સમસ્યા ઊભી થઈ હતી.