February 18, 2026
ઈન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નોન સ્ટોપ 25 કલાક સ્પીચ આપીને કોરી બુકરે ઈતિહાસ રચ્યો

Spread the love

વોશિંગ્ટનઃ અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીની જાહેરાત થયાથી લઈને અત્યાર સુધીમાં ચર્ચામાં છે. રાષ્ટ્રપતિના દાવેદાર તરીકે નામ જાહેર કર્યા પછી તેમના પર હુમલો થયો તે રાષ્ટ્રપતિ બન્યા પછી તેમના દરેક નિર્ણય મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમની ટેરિફ નીતિ હોય કે પછી યુક્રેન-રશિયા, કેનેડા કે પછી ભારત, પણ દરેક બાબતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌને અસમંજસમાં મૂકતા રહે છે. જોકે, દેશમાં તેમની સામે બળવો પોકારનારા નેતાઓ પણ કંઈ ઓછા નથી. તાજેતરમાં કોરી બુકર નામના સેનેટરે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે.

સેનેટર સ્ટોર્મ થર્મંડનો રેકોર્ડ તોડ્યો
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટિક સેનેટર કોરી બુકરે સતત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ગુસ્સો ઠાલવીને ઈતિહાસ રચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોની વિરુદ્ધ 25 કલાક અને પાંચ મિનિટ સુધી નિરંતર બુકરે સ્પીચ આપી હતી. અવિરત સ્પીચની સાથે તેને 1957માં સેનેટર સ્ટોર્મ થર્મંડને 24 કલાક અને 18 મિનિટનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.


અવિરત 25 કલાકની સ્પીચમાં શું કહ્યું?
કોરી બુકરે સોમવારે સાંજના 6.59 વાગ્યે પોતાનું ભાષણ શરુ કર્યું હતું અને મંગળવારે રાતના 8.05 વાગ્યે પૂરી કરી હતી. એ વખતે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ, મેડિકેડમાં કાપ, રંગભેદ, વોટિંગના અધિકારો અને આર્થિક અસમાનતા વગેરે મુદ્દે પ્રહાર કર્યાં હતાં. બુકરે આ નિયમોનું પાલન કરતા સ્પીચ આપ્યા પહેલા ઉપવાસ રાખ્યો હતો અને રાતના લિક્વિડ લેવાનું પણ બંધ રાખ્યું હતું. એની સાથે ડેમોક્રેટ સેનેટર વચ્ચે વચ્ચે સવાલ પૂછતા રહ્યા હતા, જેથી તેમને શ્વાસ લેવાની તક મળતી રહે. સેનેટરને પૂરા ભાષણ વખતે ઊભા રહેવાનું જરુરી હોય છે તેમ જ બેસવા અથવા ચેમ્બર છોડવા અથવા વોશરુમ જવાની પણ મનાઈ હોય છે.

ડેમોક્રેટ્સે બુકરની સ્પીચની કરી પ્રશંસા
આ ઐતિહાસિક ભાષણની ડેમોક્રેટ્સે જોરદાર પ્રશંસા કરી હતી, જ્યારે લઘુમતીઓના નેતા ચક શુમરે પણ સ્પીચને અદ્ભૂત ગણાવી હતી. એનએએસીપીના પ્રમુખ ડેરિક જોન્સને પણ તેના ભાષણને સાહસિક ગણાવ્યું હતું, જ્યારે રિપબ્લિકનના નેતાઓએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

રેકોર્ડ કરનાર કોરી બુકર કોણ છે?
કેરી બુકરનો જન્મ વોશિંગ્ટનમાં થયો હતો, જ્યારે ઉછેર ન્યૂ જર્સીમાં થયો હતો. 55 વર્ષના અશ્વેત સેનેટર યેલ લો સ્કૂલ અને સ્ટેનફોર્ડ યુનિર્વસિટીમાં ભણ્યા છે. વકીલ કેરી બુકર 2013 સુધી ન્યૂ યોર્કના મેયર પણ રહી ચૂક્યા છે, જ્યારે સિટીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. કોરી બુકરનું આ પહેલું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, જે અમેરિકાના ઈતિહાસમાં યાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!