February 20, 2026
મહારાષ્ટ્રમુંબઈ

સીબીઆઈ મુંબઈના પાસપોર્ટ કેન્દ્ર પર ત્રાટકી, જાણો કેમ?

Spread the love

મુંબઈઃ સીબીઆઈએ મુંબઈના બે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર પર શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાથી સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરી છે. સીબીઆઈ દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્રના 14 અધિકારી સામે ભ્રષ્ટાચાર સંબંધિત અનેક એફઆઈઆર કરવામાં આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાશિકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પરથી કમ્પ્યુટર, દસ્તાવેજો સહિત અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આર્થિક પાટનગર મુંબઈમાં પાસપોર્ટ સેવા કેન્દ્રના અધિકારી સામે પૈસાની લેવડદેવડની ફરિયાદ કરવામાં આવ્યા પછી સીબીઆઈએ મહારાષ્ટ્રમાં 33 જગ્યાએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈના દરોડામાં મુંબઈ અને નાશિક જિલ્લામાં મોટી સંખ્યામાં શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરી છે.
સીબીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં લોઅર પરેલ અને મલાડમાં પાસપોર્ટ સેવા કેન્દ્રના વચેટિયા અને અધિકારી સંબંધિત એક ભ્રષ્ટાચાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ 12 એફઆઈઆરમાં 18 એજન્ટ અને વચેટિયાઓ સામે કેસ નોંધ્યો છે. આ અધિકારીઓ પાસપોર્ટ કેન્દ્રના એજન્ટ સાથે નિયમિત સંપર્કમાં હતા.
આ અંગે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પાસપોર્ટ સેવાના કેન્દ્રના તમામ એજન્ટ અને વચેટિયાઓની અધૂરી વિગતોના આધારે પાસપોર્ટની અરજીમાં ગેરરીતિ કરીને તેના બદલામાં પૈસા પ્રાપ્ત કરતા હતા. આ કેસમાં 26મી જૂને વિદેશ મંત્રાલયના સતર્કતા વિભાગ દ્વારા તપાસ દરમિયાન ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. આ કાર્યવાહીમાં મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા ચેટ અને યુપીઆઈ પેમેન્ટના વિશ્લેષણથી અનેક લાખો રુપિયાની શંકાસ્પદ લેણદેણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
અધિકારીઓએ કહ્યું હતું કે પાસપોર્ટ સેવા કેન્દ્રના જુનિયર અને સિનિયર પાસપોર્ટ અધિકારીનો સમાવેશ થાય છે. પાસપોર્ટ સેન્ટરના એજન્ટ અને દલાલોની મિલિભગતને કારણે આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયની મંજૂરી મળ્યા પછી સીબીઆઈએ અધિકારીઓ અને વચેટિયાઓ સામે 12 એફઆઈઆર નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!