April 1, 2026
હેલ્થ

Alert: કોરોનાના નવા ‘સિકાડા’ વેરિયન્ટનો ફફડાટ, જાણો તેના લક્ષણો

Spread the love

અમેરિકા સહિત 22 દેશોમાં BA.3.2 વેરિયન્ટનો કહેર: શું આ વેરિયન્ટ વધુ જીવલેણ છે?

કોરોના વાઇરસની મહામારી ફરી ચર્ચામાં છે. કોવિડ-19 એક નવો વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે જેનું નામ બીએ.3.2 છે. સામાન્ય બોલચાલ અને વૈજ્ઞાનિક સિકાડા કહેવાય છે. જાણીએ ક્યા દેશ માટે સંકટનું નિર્માણ કર્યું છે. નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ફેમિલીનો ભાગ છે, જે 2022ની શરુઆતમાં ખતમ થઈ ગયો હતો, પરંતુ હવે લાંબા સમય પછી આ વેરિયન્ટ અચાનક રિટર્ન થયો છે. આ જ કારણથી તેનું નામ ‘સિકાડા’ આપવામાં આવ્યું છે, જે એક કિડા જેવો છે, જે વર્ષો સુધી જમીનમાં રહ્યા પછી અચાનકથી બહાર આવે છે.

કોરોના મહામારીના મૂળ તો ચીનના છે, પરંતુ ધીમે ધીમે અન્ય દેશમાં ફેલાયા હતા. જોકે, આ નવા વેરિયન્ટની પહેલી વખત 2024માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો, પરંતુ એના પછી અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ-19 BA.3.2ના મુખ્ય લક્ષણોમાં ઉધરસ, થાક લાગવો, નાકમાં પાણી વહેવું, ગળું ખરાબ થવું, માથામાં દુખાવો, શરીરમાં દુખાવા સાથે તાવ આવે છે.

વૈજ્ઞાનિકોએ આ વાઈરસ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે નવા વાઈરસથી સાવધાન રહેવાનું જરુરી છે. કોરોના પછી નવા વાઈરસમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે. ચીનના વુહાન વાઈરસની તુલનામાં 70થી વધુ બદલાવ જોવા મળ્યા છે, તેથી ચિંતા કરવાનું જરુરી છે. આમ છતાં નવા વેરિયન્ટ્સને કારણે અત્યાર સુધીમાં કોઈનું મૃત્યુ થયું નથી.

સથી મહત્ત્વની વાત એ છે કે જૂના વેરિયન્ટની તુલનામાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે. વાઈરસના કામ કરવાની બાબતમાં અમુક નવા જૈવિક ફેરફાર પણ જોવા મળ્યા છે. નવો વાઈરસ શરીરની ઈમ્યુન સિસ્ટમ અથવા વેક્સિનની અસરને પણ સરળતાથી ચકમો આપી શકે છે. સંશોધકો દાવો કરે છે કે હાલના તબક્કે ગભરાવવાની જરુરિયાત નથી, પરંતુ ઝડપથી ફેલાઈ છે, તેથી સાવધ રહેવું જરુરી છે. જૂના ઓમિક્રોન વેરિયન્ટસથી ખતરનાક છે કે જીવલેણ એ વાત હજુ સ્પષ્ટ થઈ નથી એવું પણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.

સીડીસી અનુસાર બીએ.3.2 અત્યાર સુધીમાં અમેરિકાના લગભગ 25 રાજ્ય અને દુનિયાના 23થી વધુ દેશ (ડેન્માર્ક, જર્મની, નેધરલેન્ડ)માં મળ્યા છે. વૈશ્વિકસ્તરે પણ 2024માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો, જ્યારે સપ્ટેમ્બર 2025માં એના કેસમાં વધારો થવાની શરુઆત થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના રિપોર્ટ અનુસાર હાલમાં નવા વેરિયન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ ચિંતાજનક વેરિયન્ટ હોવાની જાહેરાત કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!