February 4, 2026
બિઝનેસ

તાંબુ સોના-ચાંદીના માર્ગેઃ આસમાને ભાવ પહોંચતા વેપારીઓ ચિંતામાં, જાણો કારણો?

Spread the love

ચિલીની ખાણમાં હડતાળ અને વૈશ્વિક સ્ટોકમાં પંચાવન ટકાનો ઘટાડો થતા કોપર માર્કેટમાં તેજી

સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા પછી હવે તાંબાના ભાવે પણ હરફફાળ ભરી છે. તાંબાના ભાવમાં રોજેરોજ નવા ભાવે પહોંચવાને કારણે વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. એવું તો શું થયું છે કે તાંબાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે એની વિગતે વાત કરીએ. ચિલીની એક ખાણમાં હડતાળ, પુરવઠામાં ખેંચ અને ગોડાઉનમાં પર્યાપ્ત સ્ટોક નહીં હોવાને કારણે તાંબાના ભાવમાં ચમકારો આવ્યો છે. તાંબાના ભાવ પહેલી વખત ટનદીઠ 13,000 ડોલરની સપાટીએ પહોંચ્યા છે. 29 ડિસેમ્બરના 12,960 ડોલરના ભાવથી આગળ વધીને 13,045 ડોલરની સપાટીએ જોવા મળ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કોમેક્સ પર પણ તાંબાના ભાવ 4.6 ટકા વધીને 5.9005 ડોલર પ્રતિપાઉન્ડ 13,008 ટનદીઠ રહ્યા છે. ઈન્વેન્ટરીમાં ઘટાડાને કારણે ભાવમાં ઓગસ્ટ મહિનાના અંતથી લગભગ પંચાવન ટકાનો ઘટાડો નોંધાયો છે.

વેપારીઓનું કહેવું છે કે ઉત્તર ચિલીની કેપસ્ટોનની સોના-કોપરની ખાણમાં હડતાળને કારણે સ્ટોકમાં ઘટાડો થયો છે. મંટોવર્દેની ખાણમાં 29,000થી 32,000 મેટ્રિક ટન તાંબાના ઉત્પાદનની અપેક્ષા છે. જોકે, ગ્લોબલ પ્રોડ્ક્શન પૂર્વાનુમાન (24 મિલિયન ટન)નો એક નાનો હિસ્સો છે, પરંતુ પ્રોડક્શનમાં ઘટાડો થઈ શકે છે એટલું નક્કી.

તાંબાના ભાવમાં વધારા પાછળનું મુખ્ય કારણ એલએમઈ એટલે London Metal Exchange)માં તાંબાના સ્ટોકમાં ઘટાડો છે, જે ઓગસ્ટના અંત સુધીમાં પંચાવન ટકા ઘટીને 1,42,550 ટન રહ્યો છે. એલએમઈ સિસ્ટમમાં નીકળનારું તાંબાની એક્સપોર્ટ યુએસઈમાં થઈ છે, જ્યાં તાંબા પર ટેરિફની સમીક્ષા જારી છે. જોકે, પહેલી ઓગસ્ટથી તાંબાાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાંથી મુક્તિ આપી છે.

એના સિવાય એલ્યુમિનિયમની કિંમત પણ ટનદીઠ 3,093 ડોલર રહી છે, જે સ્ટોકમાં ઘટાડા માટે જવાબદાર છે. ઉપરાંત, આંશિક કારણ ચીન દ્વારા નિર્ધારિત 45 મિલિયન ટનની પ્રોડક્શન લિમિટ છે. વિટસેન્ડ કોમોડિટીના નિષ્ણાતે કહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં એલએમઈની કિંમત મૂળભૂત રીતે ચીનમાં કેપિટલ કોસ્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. હવે ઈન્ડોનેશિયા જેવા દેશમાં કેપેક્સ ફરી વિચારશે.

ગયા વર્ષે 2025માં શેરબજારમાં મોટો ઉછાળો રહ્યો છે, પરંતુ સોના ચાંદીના માફક ધાતુઓમાં અસરકારક વળતર મળ્યું છે. સોનાએ અત્યાર સુધીમાં આશરે 70 ટકાનું મજબૂત વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ તમામ પરંપરાગત રોકાણ વિકલ્પોને પાછળ છોડી દીધા છે, જે લગભગ 130થી 140 ટકા વળતર આપ્યું છે. વળતરની દૃષ્ટિએ શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે, તાંબામાં 36 ટકાના મજબૂત વળતર આપતા રોકાણકારોને રાહત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!