56,000 લોકોના હાથમાં દુનિયાની સંપત્તિ: અમીરોની બાદશાહી અને વૈશ્વિક અસમાનતા
વિશ્વ અસમાનતા રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો: 0.001% સુપર રિચ પાસે 4 અબજ ગરીબો કરતાં ત્રણ ગણી વધુ સંપત્તિ
દુનિયા આજે એવા મોડ પર છે, જ્યાં સંપત્તિ તો વધારે છે. દુનિયામાં સૌથી વધુ સંપત્તિ અમુક લોકોના જ હાથમાં છે. એના અંગેનો રિપોર્ટ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિશ્વ અસમાનતા રિપોર્ટ અનુસાર દુનિયામાં સરેરાશ 0.001 ટકા સુપર રિચ વ્યક્તિ પાસે દુનિયાની સૌથી ગરીબ વસ્તી પાસે જેટલી સંપત્તિ ધરાવે છે.
સરળ શબ્દોમાં વાત કરીએ તો દુનિયાની 0.001 ટકા લોકોની સંખ્યા 56,000ની આસપાસ છે. દુનિયાની કૂલ સંખ્યા આઠ અબજ જેટલી છે, જ્યારે કૂલ ગરીબની વસ્તી ચાર અબજ લોકો છે. એટલે ચાર અબજ લોકો પાસે જેટલી સંપત્તિ છે, તેની ત્રણ ગણા 56,000 લોકોની છે. આ રિપોર્ટમાં ધન અને આવક અસમાનતા વધી રહી છે, પરંતુ આ બાબત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને લોકશાહી માટે સૌથી જોખમી બની છે.
આ રિપોર્ટમાં જણાવ્યું છે કે દુનિયાના દરેક વિસ્તારમાં ટોચના 1 ટકા લોકોની પાસે એકલા હાથમાં 90 ટકા લોકોની કૂલ સંપત્તિથી વધુ સંપત્તિ ધરાવે છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે ગ્લોબલ ફાઈનાન્શિયલ સિસ્ટમમાં અમીર દેશોના પક્ષમાં હેરાફેરી જારી છે. રિપોર્ટમાં મુખ્ય લેખક રિકાર્ડો કરેરાએ કહ્યું છે કે અસમાનતા ત્યાં સુધી ચૂપ રહે છે, જ્યાં સુધી શરમજનક સ્થિતિ ઊભી થાય નહીં.
ડેટામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અસમાનતાનું લેવલ ટોચ પર પહોંચી રહી છે. દુનિયાના ટોચના દસ ટકા સૌથી અમીર લોકોની પાસે લગભગ 75 ટકા વૈશ્વિક સંપત્તિ છે, જ્યારે નીચેના પચાસ ટકા હિસ્સામાં સરેરાશ લગભગ 2 ટકા સંપત્તિ છે. દુનિયાના પચાસ ટકા સૌથી વધુ ગરીબ લોકો ફક્ત બે ટકા સંપત્તિમાં જીવન ગુજરાન કરે છે. રિપોર્ટ નિર્દેશ કરે છે કે 21મી સદીમાં ઈનઈક્વાલિટીના નવા પહલુઓને એક્સપ્લોર કરે છે, જેમ કે ક્લાયમેટ, જેન્ડર ઈનક્વોલિટી, હ્યુમન કેપિટલ અને અસમાનતાએ પહોંચ્યા છે.
