140 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસના છઠ્ઠા અધિવેશનનું આયોજનઃ પાર્ટીનો મુખ્ય એજન્ડા શું છે, જાણો?
ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા કેટલાક વર્ષોથી નબળી પડી છે. ભારતીય જનતા પાર્ટીના વધતા વર્ચસ્વ અને સંગઠનાત્મક મજબૂતી સામે કોંગ્રેસ પાર્ટીને અનેક ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે કોંગ્રેસ રાજ્યમાં પોતાની પાર્ટીને મજબૂત કરવાના મરણિયા પ્રયાસ કરે છે. પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસે માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. આજે અને આવતીકાલના બે દિવસના અધિવેશનમાં પાર્ટી પોતાને મજબૂત કરવાની સાથે પાર્ટીની સામેના પડકારોને પહોંચી વળવાની રુપરેખા તૈયાર કરશે, એમ સૂત્રોએ જણાવ્યુ હતું.
સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પાર્ટીનો એજન્ડા
ગુજરાતમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)નું 64 વર્ષ પછી બન્યું છે. આ અધિવેશન મારફત કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ કમિટી (ડીસીસી)ના પાવર વધારવા માટે તેમ જ સંગઠનને વધુ મજબૂત વધારવા માટે તથા ચૂંટણીની તૈયારી અને પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવશે. બે દિવસના અધિવેશનમાં પાર્ટીના મુખ્ય નેતા, કાર્ય સમિતિના સભ્ય, વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય કમિટીના સભ્ય પણ અધિવેશનમાં સામેલ થશે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બંને દિવસ દરમિયાન બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ, પાર્ટીના પ્રમુખ, કાર્ય સમિતિના સભ્ય, વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
140 વર્ષમાં કોંગ્રેસનું છઠ્ઠું અધિવેશન
આજે અને આવતીકાલે એમ બે દિવસનું અધિવેશન અમદાવાદમાં યોજવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે પાર્ટીના 140 વર્ષના ઈતિહાસમાં ગુજરાતમાં છઠ્ઠું અધિવેશન યોજવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પાર્ટીની પહેલી બેઠક અમદાવાદમાં 23-26 ડિસેમ્બર, 1902માં સુરેન્દ્રનાથ બેનરજીના પ્રમુખપદે યોજવામાં આવી હતી. બીજી બેઠક 26-27 ડિસેમ્બરના 1907માં રાસબિહારી ઘોષ, ત્રીજું અધિવેશન 27-28 ડિસેમ્બર, 1921માં હકીમ અજમલ ખાન, ચોથું અધિવેશન ગુજરાતના હરિપુરામાં 19-21 ફેબ્રુઆરી 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝ અન પાંચમું અધિવેશન છઠ્ઠી-સાતમી જાન્યુઆરી 1961માં ભાવગનરમાં નીલમ સંજીવ રેડ્ડીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું.
છઠ્ઠા અધિવેશનની અધ્યક્ષતા ખડગે કરશે
અમદાવાદમાં આઠમી અને નવમી એપ્રિલ એટલે આજે આવતીકાલના અધિવેશનનું નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે કરશે. જયરામ રમેશે કહ્યું કે પાર્ટીની વિસ્તારિત કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક આજે એટલે સરદાર પટેલ મેમોરિયલમાં થશે, જ્યારે આવતીકાલે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠક સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમની વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટમાં યોજવામાં આવશે. બે દિવસના કોંગ્રેસના અધિવેશનમાં રાજ્યમાં પાર્ટીના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાની કોશિશ કરવામાં આવશે. બીજી બાજુ પાર્ટી સિવાય વિરોધી ભારતીય જનતા પાર્ટીના ગઢ ગુજરાતમાં પાર્ટી નવચેતન સાથે સજ્જ બની રહી હોવાનો કોંગ્રેસ સંકેત આપશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
