લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પહેલી વખત 400થી ઓછી બેઠક પર મેદાનમાં, કારણ શું?
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલુ છે ત્યારે સત્તાધારી પાર્ટી સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે દાવા કરી રહ્યું છે, જ્યારે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ભાજપને સત્તામાંથી ઉખાડવા માટે મોટી મહેનત કરવાની નોબત આવી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિત સમાજવાદી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ સાથે મળીને ગઠબંધન કર્યા પછી આ વખતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
સત્તાધારી પાર્ટીને ઉથલાવવા માટે પોતાના ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ફરી સત્તામાં આવવા માટે 400 સીટ પ્રાપ્ત કરવાનો દાવો કરી રહ્યું છે ત્યારે આ જ પાર્ટીના કટ્ટર પાર્ટી કોંગ્રેસ 400થી ઓછી સીટ પર ચૂંટણી લડી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી આ વખતે 328 સીટ પર ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે સાથી પક્ષોને 101થી બેઠક આપી છે.
ગઠબંધન સાથે કોંગ્રેસ પાર્ટી મજબૂત બની હોવાના અહેવાલ છે છતાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં 250થી વધુ બેઠક પર ફોક્સ કરવાના અહેવાલ હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 328 સીટ પર સમેટાઈ ગયું. 2019માં 421 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જ્યારે બાવન સીટ પર વિજય મેળવ્યો હતો. આ વખતે સીટ સેરિંગ મુદ્દે દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ભાગ પડ્યો હતો, તેથી અમુક સીટ પર બાંધછોડ કરવાની નોબત આવી હતી. તબક્કાવાર કોંગ્રેસ ઓછી સીટ પર લડી રહ્યું છે એ પણ પાર્ટીના દિગ્ગજ નેતા માટે મોટો સવાલ છે. 2004માં 417 સીટ પર લડ્યું હતું.
સંસદના ઈતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ પાર્ટી 400થી ઓછી બેઠક પર મેદાનમાં છે. 2024ની જનરલ ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 328 સીટ પર ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે 2019ની ચૂંટણીની તુલનામાં 93 ઉમેદવાર ઓછા છે. નિષ્ણાતો પણ કહે છે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પોતાની આગેવાનીમાં ઈન્ડિયા બ્લોકનું ગઠન કર્યું છે, જે કારણ હોઈ શકે છે.
આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી વધુ કર્ણાટક અને ઓડિશામાં સીટ પર ચૂંટણી લડી રહ્યું છે. 2019માં કર્ણાટકમાં 21 બેઠક પર ચૂંટણી લડી રહ્યું હતુ, જ્યારે આ વખતે 28 સીટ પર છે. એનું કારણ એ પણ છે કે વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કરીને સત્તામાં આવ્યું હતું, જેથી કોન્ફિડન્સ લેવલમાં વધારો થયો છે. એ જ પ્રકારે ઓડિશામાં 2019માં અઢાર બેઠક પર ચૂંટણી લડી રહ્યું હતું તો આ વખતના ઈલેક્શનમાં 20 બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે.
