February 20, 2026
ટોપ ન્યુઝનેશનલ

હવે આ મામલે કોંગ્રેસને પેટમાં દુખ્યું, પોસ્ટ કરી PM Modi અને સરકાર પર કર્યા આકરા પ્રહારો

Spread the love

નવી દિલ્હીઃ ગુરૂવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં સરકારે કરેલા કામની માહિતી આપવાની સાથે સાથે 1975માં દેશમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનનો ઉલ્લેખ પણ કર્યો હતો. દરમિયાન હવે કોંગ્રેસને એ વાત સામે વાંધો પડ્યો છે કે રાષ્ટ્રપતિના શાસન દરમિયાન સંસદ ટીવી પર વારંવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને જ દેખાડવામાં આવ્યા હતા.

આ બાબતે કોંગ્રેસે સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કોંગ્રેસના જયરામ રમેશ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન સંસદ ટીવી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 73 વખત તો વિપક્ષના નેતાને માત્ર 6 વખત દેખાડવામાં આવ્યા છે.

આ બાબતે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના 51 મિનિટના ભાષણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો 76 વખત તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીને માત્ર 6 વખત દેખાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે ભાષણ દરમિયાન ટીવી પર સરકારમાં રહેલા નેતાઓને 108 વખત અને વિપક્ષમાં રહેલા નેતાઓને માત્ર 18 વખત જ દેખાડવામાં આવ્યા હતા.


જયરામ રમેશે વધુમાં સંસદ ટીવીએ ગૃહમાં ચાલતી કાર્યવાહી દેખાડવા માટે છે, અમુક ચોક્કસ કેમેરાજીવી લોકો માટે નહીં, એવા શબ્દોમાં સરકારની ટીકા પણ કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જણાવ્યું હતું કે પીએમ મોદીએ લખેલી રાષ્ટ્રપતિની 52 મીનીની સ્પીચ સાંભળીને એવું લાગ્યું કે તેઓ હજી સુધી પરિણામો સ્વીકારવા તૈયાર નથી. દેશની જનતાએ ભાજપના 400 પારના નારાને સ્વીકાર્યો નથી અને તેમને 272 સુધી પણ પહોંચવા નથી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!