July 1, 2025
ગુજરાત

Gujarat Bypoll: વાવ બેઠક પર ત્રિપાંખિયો જંગ, છેલ્લા દિવસે ત્રણ ઉમેદવાર મેદાનમાં

Spread the love

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પછી હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. આ બંને રાજ્યમાં ચૂંટણી પૂરી થયા પછી નવી સરકારના ગઠન પછી મહારાષ્ટ્ર-ઝારખંડ સાથે 48 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આગામી મહિને વાવની બેઠક માટે ચૂંટણી યોજવામાં આવશે.
Imgae source GS
અલબત્ત, બનાસકાંઠાની (લોકસભાની) ચૂંટણીમાં ગેની બેન ઠાકોર જીત્યા પછી વિધાનસભાની સીટ ખાલી પડી અને હવે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગુલાબ સિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે, જ્યારે ભાજપે અહીંની સીટ પરથી સ્વરૂપ સિંહ ઠાકોરની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. આ ઉપરાંત, અપક્ષ ઉમેદવાર તરીકે પણ માવજી પટેલે છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્ર ભરવાને કારણે અહીંની ચૂંટણી રસપ્રદ બનશે.
અલબત્ત, આ બધાની વચ્ચે પક્ષપલટો કરવામાં મહારે ગણાતા થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ દર વખતની જેમ ફરી એકવાર અપક્ષમાં ફાર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ કોઈ ઉમેદવારની જાહેરાત નહીં કરીને પરોક્ષ રીતે કોંગ્રેસને સપોર્ટ આપ્યો હોવાનું પુરવાર કર્યું છે.
આ અગાઉ બનાસકાંઠા બેઠક પરથી ગેની બેન ઠાકોર ચૂંટણી જીતવાને વાવ વિધાનસભાની સીટ પરથી રાજીનામું આપ્યું હતું. આ અગાઉની બે ચૂંટણીમાં પણ ગેની બેન 2017 અને 2022માં વિજય મેળવ્યો હતો. 2022માં ગેની બેને વિપુલ ચૌધરીને હરાવ્યા હતા, જયારે 2017માં સ્વરૂપજી ઠાકોરને હરાવ્યા હતા.
આ વખતે વાવની બેઠક પર ત્રણેય પાર્ટીના ઉમેદવાર જીતવા માટે મહેનત કરશે, જ્યારે છેલ્લા એક દાયકાથી કોંગ્રેસ સીટ પોતાને કબજે કરે છે ત્યારે કોંગ્રેસ માટે અહીંની ટક્કર ક્રેડિટનો સવાલ રહેશે. અહી એ જણાવવાનું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13મી નવેમ્બરના યોજવામાં આવશે, જ્યારે એનું પરિનામ 23મી નવેમ્બરના આવશે. રાજ્યની 182 વિધાનસભામાં ભાજપના 161 અને કોંગ્રેસના 12 વિધાનસભ્ય છે, જ્યારે અન્ય પક્ષોમાં આમ આદમી પાર્ટીના ચાર, સમાજ વાદી પાર્ટીના એક , અન્ય પક્ષમાં બે વિધાનસભ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!