February 24, 2026
ટ્રાવેલ

ચાલતી ટ્રેનમાં ટિકિટચેકર ગેરવર્તણૂક કરે તો કોને ફરિયાદ કરશો?

Spread the love


ભારતીય રેલવેમાં મુસાફરોની સુરક્ષા માટેના ખાસ નિયમો અને હેલ્પલાઇન નંબરોની સંપૂર્ણ માહિતી

ભારતીય રેલવેમાં ટ્રેનને પરિવહન માટે જીવાદોરી કહેવાય છે. રોજના કરોડો લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરે છે. પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે રેલવે પોલીસની સાથે રેલવે કર્મચારીઓમાં ઓન બોર્ડ સૌથી વધુ ટિકિટચેકર પણ ટ્રાવેલ કરતા હોય છે પણ જો ક્યારેક રક્ષક જ ભક્ષક બનીને પરેશાન કરે તો શું કરવું. ક્યારેક ટિકિટ ચેકર પણ નિયમોનં પાલન કરતા હોતા નથી. આ સંજોગોમાં શું કરવું એવો સવાલ થાય તો આ રહ્યો જવાબ.

અમુક સંજોગોમાં લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય છે, પરંતુ એના નિયમોનું પ્રવાસીઓ જ નહીં પણ રેલવેના કર્મચારીઓ પણ પાલન કરતા હોતા નથી. અમુક વખત મહિલાઓને પણ ખરાબ અનુભવો થતા હોય છે છતાં આ સંજોગોમાં ગભરાયા વિના તમે ઓનલાઈન તો ફરિયાદ કરી શકો છો.

ટ્રેનમાં ધક્કામુક્કીથી લઈ ગેરવર્તણૂક કરવાના કિસ્સામાં પહેલા તમે એનું નામ, બેચ નંબર નોંધ કરી રાખો. યુનિફોર્મ પર સ્પષ્ટ લખેલું હોય એની નોંધ રાખો. એની સાથે તમારા પીએનઆર નંબર, કોચ નંબર પણ યાદ રાખીને ફરિયાદમાં લખી શકો છો.

રેલવેના નિયમો અનુસાર જો તમારી પાસે સ્લીપર યા એસી કોચના રિઝર્વેશનની ટિકિટ હોય તો તમને બળજબરીપૂર્વક હટાવી શકે નહીં. ગેરવર્તણૂક કરે તો પ્રવાસી ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત, ટ્રેનમાં ગાર્ડ હોય છે એની પાસે જઈને પણ તમે લેખિતમાં ફરિયાદ કરી શકો છો. ગાર્ડની પાસે ફરિયાદ બુક હોય છે, જેમાં બનાવની નોંધ કરી શકો છો.

આ ઉપરાંત, આરપીએફ યા જીઆરપીને પણ કમ્પ્લેઈન કરી શકો છો. ટ્રેનમાં તમને કોઈ સહકાર મળે નહીં તો બીજા સ્ટેશને ઉતરીને પણ ફરિયાદ કરી શકો છો. ભારતીય રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. ટીટીઈની ગેરવર્તણૂક અંગે 139 અથવા 182 નંબર પણ કોન્ટેક્ટ કરી શકો છો, જ્યારે ટવિટર યા એક્સ સોશિયલ મીડિયા પર પણ તમે રેલવે પ્રશાસનનું ધ્યાન દોરી શકો છો.

હેલ્પલાઇન નંબરો: તાત્કાલિક મદદ માટે 139 (ઓલ-ઈન-વન રેલ મદદ) અથવા 182 (રેલવે સુરક્ષા) પર કોલ કરી શકાય છે.

RPF/GRPની મદદ: કોઈપણ ગંભીર સ્થિતિમાં ટ્રેનમાં હાજર આરપીએફ જવાનો અથવા આગામી સ્ટેશન પર જીઆરપી પોલીસની મદદ લઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!