2026 એવિયેશન ઇન્ડસ્ટ્રી માટે સાબિત થયું ‘અશુભ’: 3 મહિનામાં કોલમ્બિયામાં ત્રીજી મોટી વિમાન દુર્ઘટના
ગયા વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશને કારણે દુનિયાભરમાં એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો, એના પછી આ વર્ષે પણ પ્લેન ક્રેશના દર બીજા-ત્રીજા દિવસે બનાવ બનતા રહે છે. મહારાષ્ટ્રમાં હેલિકોપ્ટર ક્રેશમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું નિધન થયું હતું, ત્યારે વિદેશોમાં પણ પ્લેન ક્રેશના બનાવોમાં વધારો થયા કરે છે. ગઈકાલે અમેરિકાના ન્યૂ યોર્ક સ્થિત એરપોર્ટ પર ફાયર ટ્રક સાથે લેન્ડિંગ થનારું એર કેનેડાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાઈલટ સહિત કો-પાઈલટનું મોત થયું. આ સમાચારની શાહી સુકાઈ નહોતી, ત્યાં કોલમ્બિયામાં 100થી વધુ જવાનને લઈ જનારું પ્લેન ક્રેશ થયા પછી હવે 66 જવાનનાં મૃતદેહ મળ્યા છે. એના સિવાય બચાવ કામગીરી ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું છે.
121 સૈનિકની સાથે 11 ક્રૂનો સમાવેશ
આ અકસ્માત પહેલા જાન્યુઆરીમાં થયેલા અકસ્માતની વાત કરીએ.28 જાન્યુઆરીના એક સાંસદ સહિત પંદર જણને લઈ જનારું પ્લેન ક્રેશ થયું હતું. ઓકાટામાં પ્લેન લેન્ડિંગ થવાનું હતું, ત્યાં સપર્ક ગુમાવ્યો હતો અને સ્થાનિક સાંસદ સહિત 13 પર્યટક અને બે ક્રૂના અકસ્માતમાં મોત થયા હતા. એના અગાઉ 11 જાન્યુઆરીના કોલમ્બિયાના બોગાટામાં પ્લેન ક્રેશ થયું હતું, જેમાં છ લોકોનાં મોત થયા હતા. આ ચાર્ટર પ્લેનમાં સંગીતકાર યેઈસન જિમનેઝનો સમાવેશ થાય છે. આ અકસ્માત વચ્ચે કોલમ્બિયામાં સૈનિક વિમાન ક્રેશ થયું, જેમાં મૃતકની સંખ્યા 66 થઈ છે, જ્યારે અનેક જવાન ગુમ છે. સોમવારે વિમાન ઉડાન ભર્યાના થોડા સમયમાં વિમાન ક્રેશ થયું હતું, જેમાં 121 સૈનિક સવાર હતા, જ્યારે અગિયાર ક્રૂનો સમાવેશ થાય છે. સોમવારે કોલમ્બિયાના પુટુમાયો સ્થિત પ્યુર્ટો લેગુઈજામોથી ઉડાન ભરી ત્યારે અકસ્માત થયો હતો.
કોલમ્બિયાએ 1960માં અમેરિકા પાસેથી ખરીદ્યું હતું
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં વિસ્ફોટકમાં વિસ્ફોટ થવાને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો, જેને કારણે પરેશાની ઊભી થઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત વિમાન અમેરિકી કંપની માર્ટિન દ્વારા નિર્મિત હરક્યુલિસ સી-130 પરિવહન વિમાન હતું.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં બોમ્બ અને વિસ્ફોટક પણ ભર્યા હતા, જે ફાટવાને કારણે મોટી જાનહાનિ થઈ છે. હરક્યુલિસ સી 130 વિમાન 1950ના દાયકામાં બનાવવામાં આવ્યું છે અને કોલમ્બિયાએ 1960ના દાયકામાં વિમાન ખરીદવામાં આવ્યા હતા. હાલમાં કોલમ્બિયાની આર્મીના પરિવહન માટે હરક્યુલિસ વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે.
❗️Colombian Air Force C-130 Hercules Crashes Near Peru Border, Reportedly With 100+ Personnel Onboard – Local Media
The Defense Minister has confirmed the incident, but did not specify the number of passengers.
The C-130 Hercules is a tactical transport aircraft manufactured… pic.twitter.com/DRG1goE7XP
— RT_India (@RT_India_news) March 23, 2026
ઈકવાડોર અને પેરુની સરહદે વિમાન ક્રેશ થયું
પ્યુર્ટો લેગુઈજામો પુટુમાયો સ્થિત છે. આ એમેઝોનનો એક વિસ્તાર છે, જ્યાંની સરહદ ઈક્વાડોર અને પેરુ નજીક છે. સંરક્ષણ મંત્રી પેડ્રો સાંચેજએ એક્સ પર વિમાન ક્રેશ અંગે લખ્યું હતું કે સૈનિકોને લઈ જનારું વિમાન પુટુમાયોથી બીજા શહેરમાં લઈ જતા હતા. હવાઈદળે કહ્યું કે દુર્ઘટનાસ્થળેથી ઓછામાં ઓછા 77 લોકોને ઘાયલ અવસ્થામાં બચાવવામાં આવ્યા છે.
મૃતકની સાચી સંખ્યા હજુ સાચી મળી નથી તથા બચાવ કામગીરી ચાલુ છે. વિપક્ષએ સરકાર પર આરોપ મૂક્તા કહ્યું કે સૈન્યના વિમાનોના બજેટમાં કાપ મૂકવાની સાથે સૈન્યના વિમાનોને ઉડાન ભરવા માટે ઓછા સમય ફાળવ્યા છે, જેને કારણે પાઈલટનો અનુભવ પણ ઓછો પડે છે. હજુ ત્રણ મહિના પૂરા થયા નથી, પરંતુ વધતા પ્લેન અકસ્માતને કારણે ઈન્ડસ્ટ્રી માટે ગંભીર સંકટનો નિર્દેશ કરે છે એ વાત નક્કી છે.
