June 30, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

લાખના બાર હજારઃ 348 રુપિયાના ભાવવાળો શેર 34 રુપિયે આવ્યો, હવે સસ્પેન્ડ

Spread the love

મુંબઈઃ કોફી ડે એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (CDEL) કેફે કોફી ડે ચેનને ઓપરેટ કરનાર કંપનીને ગઈકાલે માર્કેટમાં ટ્રેડિંગ માટે સસ્પેન્ડ કરવામાં આવી. કંપનીએ દેવાળું ફૂંકવાને કારણે ગઈકાલે જ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું કે ખાસ કરીને દેખરેખ રાખવામાં આવતા (એએસએમ) અન્વયે માર્કેટના કારોબારમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. પાંચમી નવેમ્બરથી આ લાગુ પાડવામાં આવ્યું છે. કંપનીનો શેરનો ભાવ સોમવારે 34.17 રુપિયાના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી કંપનીમાં ટ્રેડિંગ થયું નહોતું. કંપનીની નાણાકીય સ્થિતિ નબળી થાય યા ઊઠી જાય એની પણ તકેદારી રાખીને માર્કેટના કોઈ પણ શેરમાં રોકાણ કરવું જોઈએ. રોકાણ માટે પણ શક્ય એટલું એનાલિસિસ કરવાની સાથે યોગ્ય માર્ગદર્શકની પણ સલાહ લેવી જોઈએ.
માર્કેટમાં કંપનીનું સ્ટેટસ શું છે
કંપનીના શેરમાં નિરંતર ઘટાડો જોવા મળ્યો છે. કોફી ડે એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડના શેરના ભાવમાં છ મહિનામાં 43 ટકાનું ગાબડું પડ્યું છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોકના ભાવમાં 47 ટકા તથા સરેરાશ વાર્ષિક 30 ટકાનું ધોવાણ થયું છે. બારમી જાન્યુઆરી, 2018ના શેરનો ભાવ 348 રુપિયા હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં શેરના ભાવમાં 90 ટકા ઘટાડો થયો છે. બાવન અઠવાડિયાની ઊંચી સપાટીનો ભાવ પણ 74.54 રુપિયા નોંધાયો હતો, જ્યારે તળિયાની સપાટીની વાત કરીએ તો બાવન સપ્તાહનો લોએસ્ટ રેટ 28.14 રુપિયા રહ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 722.06 કરોડ છે.
નાદારી અંગે કંપનીએ શું કહ્યું
સ્ટોક એક્સચેન્જને જણાવવામાં આવેલા અહેવાલ અનુસાર એએસએમના ઉપાયના ભાગરુપે સ્ટોક એક્સચેન્જે કોફી ડે એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડનો માર્કેટના ટ્રેડિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, કારણ કે કંપનીએ દેવાદાર થવાની સાથે દેવાળું ફ્કૂવાના એક્ટ અન્વયે કંપની કાર્યવાહી કરવામાં આવી છે. હવે માર્કેટમાં ફક્ત સોમવાર અથવા અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ ડેમાં કારોબાર કરવાનો રહેશે, જ્યાં સુધી આઈબીસી ફેઝ એકમાં લઘુતમ એક મહિના પછી આગામી સમીક્ષા કરવામાં આવે નહીં. આઠમી ઓગસ્ટના બેંગલુરુ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં સીડીઈએલે સીઆઈઆરપી (Corporate Insolvency Resolution Process) પ્રક્રિયા શરુ કરી હતી.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!