February 10, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

ટીમ ઈન્ડિયાને એક કરોડ રૂપિયાનું ઈનામ આપનાર રાજ્ય સરકારે સ્વપ્નિલ કુસાળ માટે કેટલું ઈનામ જાહેર કર્યું?

Spread the love

મુંબઈઃ પેરિસ ઓલમ્પિક સ્પર્ધામાં ભારતને ત્રીજું બ્રોન્ઝ મેડલ અપાવીને મહારાષ્ટ્રનું નામ રોશન કરનારા સ્વપ્નિલ કુસાળે સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સંવાદ સાધ્યો હતો. એટલું જ નહીં પણ ટીમ ઈન્ડિયાને એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરનાર મહારાષ્ટ્ર સરકારે સ્વપ્નિલ માટે પણ ઈનામ જાહેર કર્યું છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સ્વપ્નિલના ટ્રેનરનો સંપર્ક સાધ્યો હતો અને અભિનંદન આપ્યા હતા. આ સાથે સાથે તેમણે સ્વપ્નિલના પિતાને પણ કોલ કરીને શુભેચ્છાઓ આપી હતી. ટીમ ઈન્ડિયાને ચાર કરોડ રૂપિયાનું ઈનામ આપનાર રાજ્ય સરકારે સ્વપ્નિલ કુસાળેને કેટલા રૂપિયાનું ઈનામની જાહેરાત કરી છે એ વિશે વાત કરીએ તો સરકારે સ્વપ્નિલને પણ એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

;

સ્વપ્નિલ સિલ્વર મેડલની રેસમાં 0.1થી પાછળ રહી ગયો હતો. પરંતુ તેણે બ્રોન્ઝ મેડલ જિતીની મહારાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. સીએમ શિંદેએ સ્વપ્નિલને શુભેચ્છા આપતા કહ્યું હતું કે સ્વપ્નિલ તેં 13 કરોડ લોકોના માથા ગર્વથી ઊંચા કરી દીધા છે. તારું ખૂબ ખૂભ અભિનંદન. મહારાષ્ટ્ર સરકાર તરફથી સ્વપ્નિલને એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પણ તેમણે આપી હતી.

અજિત પવારે પણ 50 મીટર રાયફલ થ્રી પોઝિશન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર સ્વપ્નિલના વખાણ કર્યા હતા. અજિત પવારે તેને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સ્વપ્નિલની જિદ અને પરિશ્રમને સલામ. મહારાષ્ટ્રનું નામ રોશન કરવા માટે સ્વપ્નિલ કુસળેને ખૂબ ખૂબ અભિનંદન.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વપ્નિલની આ સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે સ્વપ્નિલ કુસાળેને ખુબ ખુબ અભિનંદન. તેની કામગિરી ખૂબ જ સારી રહી હતી. આ કેટેગરીમાં પદક મેળવનાર તે પહેલો ભારતીય ખેલાડી છે. દરેક ભારતીયને તેમના પર ગર્વ છે અને આનંદ છે, એવી પોસ્ટ તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!