December 20, 2025
ટોપ ન્યુઝમુંબઈ

CM Eknath Shindeની પહેલી પ્રતિક્રિયા સામે આવી, કહ્યું મતદારોએ…

Spread the love

મુંબઈ: દેશભરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી-2024ના પરિણામો (Loksabha Election Result 2024) જાહેર થઈ ગયા છે અને મહારાષ્ટ્રમાં પણ કલ્પના બહારના પરિણામો સામે આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ અબ કી બાર 400 પારનો નારો આપ્યો હતો પરંતુ ભાજપને 300નો આંકડો પાર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જોકે, હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

આ બધા વચ્ચે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Maharashtra Chief Minister Eknath Shinde)ની પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે. સીએમ શિંદેએ કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બે વર્ષ અને મોદી સરકારે 10 વર્ષમાં કરેલાં કામનું ફળ આપ્યું છે.

નરેશ મ્હસ્કેની જીત બાદ સીએમ એકનાથ શિંદે તેમને મળવા પહોંચ્યા હતા અને એ સમયે તેમણે પ્રસાર માધ્યમો સાથે વાતચીત કરતા શિંદે હું તમામ મતદારોનો આભાર માનું છું કે તેમણે મહાયુતિના ઉમેદવાર નરેશ મ્હસ્કેને મોટી સંખ્યામાં મત આપીને જીત અપાવી છે. હું તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો આભાર માનું છું.

વધુમાં તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે થાણાએ શિવસેના, ધર્મવીર આનંદ દીઘે અને બાળાસાહેબ ઠાકરેનું હેતથી છલકાતું ગઢ છે, જ્યાં મહાયુતિનો ભગવો ગર્વથી ફરકી રહ્યો છે. થાણેમાં લોકોએ વિકાસને મત આપ્યો છે. રાજ્ય સરકાર અને 10 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કામની પહોંચ જનતાએ આપી છે.

દેશમાં રાતે 8 વાગ્યા સુધી જે આંકડા સામે આવી રહ્યા છે એ અનુસાર NDAને 291 ઈન્ડિયા ગઠબંધનને 233 અને અન્યને 18 બેઠક મળી હતી. આ ઉપરાંત રાજ્યમાં મહાયુતિને 18, મહાવિકાસ આઘાડીને 29 અને અન્યને 1 બેઠક મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!