ચીન દોડાવશે દુનિયાની પહેલી ઈકો-ફ્રેન્ડલી ટ્રેન, જાણી લો વિશેષતા
દુનિયામાં પરિવહન સેક્ટર જેટલું હાઈ સ્પીડ દુનિયામાં હરણફાળ ભરી રહ્યું છે તેની સાથે પ્રદૂષણ મુદ્દે ચોંકાવનારા પરિણામો મળી રહ્યા છે, જેથી ટેક્નોક્રેટ દેશો પ્રદૂષણમુક્ત પરિવહન દિશામાં સંશોધન કરી રહ્યા છે. ચીને આ જ ઉપક્રમ હેઠળ સૌથી પહેલી હાઈ સ્પીડ કાર્બન ફાયબર ટ્રેન (Carbon Fiber Train) બનાવી છે, જે ઈકો ફ્રેન્ડલી છે.

ચીને હાઈ સ્પીડ રેલ ટેકનોલોજીમાં સૌથી મોટી શોધ કરી છે, જે સૌથી મોટી સિદ્ધિ સમાન માનવામાં આવી રહ્યું છે. ગ્લોબલ રિપોર્ટ અનુસાર દેશના ઈતિહાસમાં પહેલી વખત કાર્બન ફાયબર ટ્રેન બનાવી છે. આ પરંપરાગત ટ્રેનની તુલનામાં આ ટ્રેનનું વજન થોડું હળવું હોય છે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે. આ ટ્રેનના ફેકટરી સહિત અન્ય ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યા પછી આ વર્ષના અંત સુધીમાં ટ્રેનનું ઓપરેશન ચાલુ કરવામાં આવશે, એમ અધિકારીઓએ દાવો કર્યો હતો.
રિપોર્ટ અનુસાર આ આ એડવાન્સ ટ્રેન કલાકના 87 માઈલ (કલાકના 140 કિલોમીટરની સ્પીડ) ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે. કિંગદાઓ સિફાંગના અનુસાર એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ હાઈ સ્પીડ કાર્બન ફાઈબર ટ્રેન સામાન્ય સ્ટીલ ટ્રેનની સરખામણીમાં 7 ટકા ઓછી ઉર્જાનો વપરાશ કરશે.
ઉપરાંત, ટકાઉ પરિવહનમાં આ એક નોંધપાત્ર પ્રગતિ છે, કારણ કે ઊર્જા વપરાશમાં ઘટાડા સાથે મોટા પર્યાવરણીય ઉદ્દેશ્યો સાથે સુસંગત છે. હાઇ-સ્પીડ રેલ પહેલાથી જ લાંબા-અંતરના પરિવહનના સૌથી પર્યાવરણને અનુકૂળ સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવી છે. આ ટ્રેન ઓછો અવાજ અને પ્રદૂષણ ઘટાડશે. રસ્તા પરની જગ્યાની તુલનામાં બહુ ઓછી જમીનનો ઉપયોગ કરશે અને વાહન અને ફ્લાઈટની તુલનામાં (પ્રવાસી દીઠ) ઓછું પ્રદૂષણ થશે.
અહીં એ જણાવવાનું કે ટેકનોલોજીના ક્ષેત્રે ચીન, જાપાન અને યુરોપના અન્ય દેશો પણ હરણફાળ રહી રહ્યા છે. ચીન પણ હાઈ સ્પીડ રેલ નેટવર્ક તરફ નજર દોડાવી રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલના તબક્કે 28,000 માઈલના નેટવર્કને હાઈ સ્પીડ રેલ કવર કરે છે, જે કલાકના 202 કિલોમીટરની ઝડપ ધરાવે છે. ટોપ સ્પીડ સાથે સમગ્ર દેશની હાઈ સ્પીડ, સસ્તા અને અસરકારક ટ્રેનસેવા પૂરી પાડે છે.
સૌથી મોટી જાહેરાત કરતા તાજેતરમાં ચીને જણાવ્યુ હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે ચીનના વિશાળ રેલ નેટવર્કના મેઈન્ટેનન્સ અને સંચાલનની કામગીરી સંભાળે છે, તેનાથી તેની કામગીરી કરવાની નિર્ભરતા અને કાર્યક્ષમતામાં પણ વધારો થશે.
