30 એપ્રિલથી શરુ થશે ચારધામ યાત્રા, પણ આટલા નિયમોનું પાલન કરશો તો કરી શકશો યાત્રા
હિંદુઓ માટે પવિત્ર ગણાતી યાત્રા ચારધામનો આરંભ આગામી એપ્રિલ મહિનાથી શરુઆત થશે ત્યારે પ્રશાસન દ્વારા આ વખતે લોકહિતાર્થે સૌથી વધુ કડક નિયમો બનાવ્યા છે અને જો કોઈ શ્રદ્ધાળુ તેનું પાલન કરશે નહીં તો યાત્રા કરવામાં નિષ્ફળ રહી શકે છે. ખાસ કરીને યુટયુબર અને રીલ બનાવનારા લોકો માટે નિયમોનું પાલન કરવાનું જરુરી રહેશે.
ચાલો જાણી લઈએ પ્રશાસન દ્વારા આ વખતે શું નિર્ણય લેવામાં આવ્યા છે.ચારધામ યાત્રામાં આ વખતે વીડિયો રીલ મેકર્સ અને યુટ્યૂબર્સના પ્રવેશને રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેદારનાથ-બદ્રીનાથ પાંડા સમુદાયે નિર્ણય લીધો છે કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેશે નહીં. જો કોઈ આવું કરતું જોવા મળશે, તો તેને દર્શન કર્યા વિના પરત મોકલી દેવામાં આવશે અને તેની પોલીસ પ્રશાસને પણ જાણ કરવામાં આવશે.
કેદારનાથ સ્થિત ટ્રસ્ટના પદાધિકારીએ કહ્યું હતું કે ગયા વર્ષે રીલ બનાવનારાઓને કારણે ઘણી અરાજકતા ઊભી થઈ હતી, તેથી આ વખતે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. દરિયાની સપાટીથી લગભહ 12,000 ફૂટ ઉપર આવેલા કેદારનાથ ધામમાં ઢોલ-નગારાનો અવાજ ફક્ત રીલ બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો. યાત્રા શરૂ થયા પછી, શિવાલિક પર્વતમાળામાં બારેક દિવસ સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ બધુ અહીંના વાતાવરણ માટે સારો નથી, તેથી આ વખતે તેઓ તમને કેમેરા ચાલુ પણ કરવા દેવામાં આવશે નહીં.
આ ઉપરાંત, મંદિરોમાં પૈસા ચૂકવીને વીવીઆઈપી દર્શન કરવાની વ્યવસ્થા પણ બંધ રહેશે. બદ્રીનાથ ધામના પદાધિકારીએ કહ્યું હતું કે પૈસા લઈને મંદિરમાં દર્શન આપવા એ ભગવાનની ગરિમાની વિરુદ્ધ છે. ચારધામ યાત્રા માટે હવે રજિસ્ટ્રેશન પણ કરાવવાનું જરુરી છે અત્યાર સુધીમાં કેદારનાથ માટે પોણા ત્રણ લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બદ્રીનાથ માટે સવા બે લાખ, યમુનોત્રી માટે 1.38 લાખ અને ગંગોત્રી માટે દોઢ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અહીં એ જણાવવાનું કે આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલ (અક્ષય તૃતીયા)થી શરૂ થશે. આ દિવસે, મા ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પહેલા ખોલવામાં આવશે. આ પછી, 2 મેના રોજ કેદારનાથ ધામના દરવાજા ખૂલશે. આખરે, 4 મેના રોજ, ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવશે. આ સાથે ચારધામ યાત્રા પૂરજોશમાં શરૂ થશે.