July 1, 2025
ગુજરાત

ગુજરાતમાં કમોમસી વરસાદ થવાની શક્યતાઃ હવામાન વિભાગે ખેડૂતોને કરી તાકીદ

Spread the love


અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ પડી શકે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિદાય થયેલા જાન્યુઆરી મહિના સાથે ફેબ્રુઆરીનો પ્રારંભ થયો છે. બેવડી ઋતુના અનુભવ વચ્ચે અચાનક હવામાનમાં પલટો થાય તો નવાઈ નહીં. બીજા રાઉન્ડમાં અમુક જિલ્લામાં ઠંડી પડી શકે છે. સવારે ઠંડીની સાથે બપોરના આકરા તડકાને કારણે લોકોને બેવડી ઋતુને કારણે લોકો પરેશાન છે, ત્યારે ઠંડી વધી તો પાક પાણીમાં સુધારો થઈ શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહીને અનુલક્ષીને આગામી બીજીથી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે

 કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.

 પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

 જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.

 ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.

 APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા

 APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!