ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત પાકિસ્તાનની મેચ પીસીબીના ચેરમન સ્ટેન્ડમાં બેસી જોશે, કારણ જાણો?
મોહસીન નકવી વીઆઈપી બોક્સના બદલે સ્ટેન્ડમાં બેસીને મેચ જોવાનો નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન ટ્રોફીની મેચ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડાએ મોટું પગલું ભર્યું છે અને પૈસા માટે મેચની વીઆઈપી બોક્સની ઓફર મળી હતી, પરંતુ બોર્ડે કરોડોની કિંમતના વીઆઈપી બોક્સને રિજેક્ટ કરીને મોટો નિર્ણય લીધો છે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 23મી ફેબ્રુઆરીના ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી શકે
. આ મેચમાં દેશ-દુનિયાની મોટી મોટી હસ્તીઓ જોવા મળી શકે છે.
30 સીટવાળું વીઆઈપી બોક્સ આવ્યું ચર્ચામાં
દુબઈમાં યોજાનારી મેચ માટે ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુકતા રહેશે, જ્યારે રાજકારણીઓની પણ નજર રહેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પણ મેચ જોવા ઉપસ્થિત રહેશે. આ મેચ માટે 30 સીટવાળા વીઆઈપી હોસ્પિટાલિટી બોક્સની પણ ઓફર મળી છે, જેમાં ક્રિકટ હસ્તીઓની સાથે જાણીતા ક્રિકેટરના પરિવારના સભ્યો પણ જોવા મળી શકે છે. આમ છતાં નકવીએ વીઆઈપી બોક્સમાં મેચ જોવાને બદલે ચાહકોની સાથે સ્ટેન્ડમાં બેસીને મેચ જોવાનો નિર્ણય લીધો છે, જ્યારે પીબીસીને આવક કરવા માટે અધિકારીઓને વીઆઈપી બોક્સની ટિકિટ વેચવાની ઓફર આપી છે.
3.47 કરોડ રુપિયાનું ભંડોળ કરી શકે પ્રાપ્ત
પાકિસ્તાનના મીડિયાના અહેવાલ અનુસાર મોહસીન નકવીએ વીઆઈપી બોક્સમાં મેચ જોવાને બદલે પોતાના ચાહકોની વચ્ચે રહીને મેચ જોવાનો નિર્ણય લીધો છે, જ્યારે વીઆઈપી બોક્સની કિંમત 3.47 કરોડ રુપિયા છે. જો નકવીએ ઓફર સ્વીકારી હોત તો ઘણી બધી સુવિધા મળી હત, પરંતુ બોર્ડે ભંડોળ ઊભું કરવાનો નિર્ણય લીધો છે. અલબત્ત, ભારત અને પાકિસ્તાનની મેચ નકવી રેગ્યુલર સ્ટેન્ડમાં બેસીને જોશે.
પાકિસ્તાનનું પલડું ભારે રહ્યું છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં
અહીં એ જણાવવાનું કે ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત 1998માં થઈ હતી. 2017 સુધીમાં તેની આઠ સિઝન રમાઈ છે, જ્યારે નવમી સિઝન આઠ વર્ષ પછી રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પાંચ વખત મેચ રમાઈ છે, જેમાં ભારત પાછળ છે, કારણ કે ભારત બે મેચ જીત્યું હતું. એનાથી વિપરીત પાકિસ્તાન ત્રણ વખત મેચ જીત્યું છે. 2017માં ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે બંને દેશ વચ્ચે છઠ્ઠી વખત દુબઈના સ્ટેડિયમમાં મેચ યોજવામાં આવશે.