ફેબ્રુઆરીથી ચાલીસા યોગ: આ 3 રાશિઓ રહે સાવધ!
શુક્ર-શનિની યુતિથી બનતા ચાલીસા યોગની મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિ પર અસર અને ઉપાયો.
ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી વિશેષ યોગ બની રહ્યા છે. પહેલી તારીખથી શુક્ર અને શનિ ગ્રહ પરસ્પર 40 અંશના અંતરે રહેવાના સંયોગને ચાલિસા યોગ કહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિને મિત્ર ગ્રહ માનવામાં આવે છે, તેથી આ રાશિના જાતકો માટે શુભ સંકેત લાવે છે. આમ છતાં અમુક જાતકો માટે આ યોગ યા સંયોગ પડકારજનક સાબિત થઈ શકે છે. અમુક અંશે તો જોખમ પણ ઊભા કરી શકે છે, તેથી જાણીએ કઈ રાશિના જાતકો છે અને શું ધ્યાન રાખવાનું છે.
મેષ રાશિના જાતકો માટે આ ચાલીસા યોગ બારમા ભાવમાં બને છે, જે ખર્ચ અને નુકસાન સંબંધિત છે. આ સંજોગોમાં ખાસ કરીને આર્થિક બાબતમાં સતર્ક રહેવાની જરુરિયાત છે. પૈસાની લેણદેણ એકલા કરશો નહીં. વિશ્વાસ કરનારી વ્યક્તિની હાજરીમાં નિર્ણય લો. પ્રવાસ કરતી વખતે પણ અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. નોકરીની શોધખોળ કરનારાને પણ વધુ પ્રયાસ કરવા પડી શકે છે. અમુક બાબતમાં ધીરજ અને સંયમ વર્તવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ દિવસોમાં ખાસ કરીને હનુમાન ચાલિસા કરવાનું લાભદાયક સાબિત થઈ શકે છે.
સિંહ રાશિના જાતકોને આ યોગમાં સાવધાની રાખવી પડશે, કારણ શુક્ર અને શનિ બંને તમારા સ્વામી સૂર્યના વિરોધી ગ્રહ માનવામાં આવે છે. આ કારણથી અમુક ખોટા લોકોની સંગતથી સાવધાન રહેવું જોઈએ, નહીં તો તમારી છબિ ખરડાઈ શકે છે. તમારી મહેનત પ્રમાણે ફળ નહીં મળતા નિરાશા મળી શકે છે. માનસિક સંતુલન જાળવી રાખવાનું જરુરી રહેશે. એની સાથે કોઈની પાસેથી ઉધાર લેવાનું પણ ટાળવું. આ દિવસોમાં ખાસ સૂર્ય દેવની નિયમિત પૂજાપાઠ કરવી.
વૃશ્ચિક રાશિના જાતકો માટે એકાગ્રતા કેળવવાનું જરુરી રહેશે. જરુરી કામમાં ધ્યાન આપશો તો ફાયદો થઈ શકે, પરંતુ ફાલતુ કામકાજથી દૂર રહેજો. પરિવારમાં સંતાનો યા માતાપિતાની ચિંતા ઊભી થઈ શકે છે. કાર્યસ્થળે પરિસ્થિતિ અનુકૂળ નહીં હોવાથી સમજી વિચારીને કામકાજ કરવું હિતાવહ રહી શકે છે. ખાસ કરીને આર્થિક બાબતોમાં સંભાળવું. આ દિવસોમાં કદાચ આંખો યા ગળામાં કે આરોગ્ય સંબંધિત તકલીફ ઊભી થઈ શકે છે. આરોગ્યની કાળજી બાબતોને અવગણશો નહીં. આ દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરવાની સાથે યોગ અને ધ્યાન ધરવાનું પણ ફાયદાકારક રહી શકે છે.
