March 16, 2026
ધર્મહોમ

યૈત્રી નવરાત્રીઃ મહાભારતના યુદ્ધ પહેલા અર્જુને કેમ કરી હતી માતાજીની પૂજા?

Spread the love

જાણો ભગવાન શ્રીકૃષ્ણની સલાહ અને પાંડવોના વિજય પાછળનું રહસ્ય

માન્યતા એવી છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાચા મનથી દુર્ગામાની પૂજા કરવામાં આવે તો મનોકામના પૂરી થાય છે. આ પર્વ અંગે અનેક પૌરાણિક માન્યતા છે. રામાયણના લંકાપતિ રાવણ પણ ભગવાન ભોળાનાથ અને દુર્ગા માતાના મોટા ભક્ત હતા અને એમની પૂજા પણ કરતા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે મહાભારતના પાંડુપુત્ર પણ નવરાત્રિની પૂજા કરી હતી.

હિંદુ ધર્મમાં માતા દુર્ગાનું પાવન પર્વ માનવામાં આવે છે. 2026માં આ વર્ષે ચૈત્રી નવરાત્રી 19મી માર્ચથી શરુ થઈને 27મી માર્ચ સુધી મનાવવામાં આવશે. નવરાત્રીને અધર્મ પર ધર્મની જીત માનવામાં આવશે. આપણા શાસ્ત્રોમાં રામ ભગવાન હોય કે શંકર ભગવાને આરાધ્ય દેવ તરીકે માતાજીની પૂજા કરી હોવાનું માનવામાં આવે છે, પરંતુ મહાભારતના પાંડવએ પણ દુર્ગામાતાજીની પૂજા કરી હતી.

પૌરાણિક કથા અનુસાર પાંડવમાંથી અર્જુનએ માતા દુર્ગાની વિશેષ પૂજા કરી હતી. મહાભારતનું યુદ્ધ શરુ થવાનું હતું, ત્યારે ભવગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને માતા દુર્ગાની પૂજા કરવાની સલાહ આપી હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે યુદ્ધમાં જો તું વિજય પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો તારે પહેલા દુર્ગામાતાની પૂજા કરવી જોઈએ. શ્રીકૃષ્ણની સલાહ માનીને અર્જુને શ્રદ્ધાપૂર્વક વિધિપૂર્વક માતાજીની ભક્તિ કરી હતી.

કથામાં આગળ કહેવાયું છે કે અર્જુનની ભક્તિથી પ્રસન્ન થઈને માતા દુર્ગા પ્રસન્ન થયા અને યુદ્ધમાં વિજયના આશીર્વાદ પણ મળ્યા હતા. માતાજીએ કહ્યું હતું કે ધર્મની રક્ષા માટે થનારા યુદ્ધમાં પાંડવ પુત્રોનો વિજય નક્કી છે. એના પછી ધર્નુધારી અર્જુને પૂરા આત્મવિશ્વાસથી મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો અને છેવટે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો, તેથી નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરાય છે અને પૂજા કરવાથી વ્યક્તિની શક્તિ, સાહસ અને વિજય મળે છે, જેથી આ નવરાત્રીને વિજયનું પણ પ્રતીક માનવામાં આવે છે. નવ દિવસ માતાજીની કોઈ પણ ભક્ત પૂજાપાઠ અને ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરી શકે છે, જેનાથી ડર દૂર થાય અને નકારાત્મકતા પણ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!