March 24, 2026
ધર્મ

ચૈત્ર નવરાત્રી ૨૦૨૬: ક્યારે છે અષ્ટમી અને નવમી? જાણો કન્યા પૂજનનું શુભ મુહૂર્ત અને પૂજાનું મહત્વ

Spread the love


હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમને પણ જો સવાલ થઈ રહ્યો હોય કે આઠમ અને નોમ ક્યારે છે અને એને પૂજા-વિધિના મુહૂર્ત કેટલા સમયનો રહેશે. આ જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. દેવી ભાગવત પુરાણ અને માર્કંડેય પુરાણ મુજબ, નવરાત્રીમાં અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે અષ્ટમી અને નવમી ક્યારે છે અને કન્યા પૂજન માટે કયો સમય શ્રેષ્ઠ છે ચાલો જાણીએ…

ચૈત્ર નવરાત્રી અષ્ટમી- 26મી માર્ચ, 2026
અષ્ટમીના દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે અપરિણીત કન્યાઓ આ દિવસે પૂજા કરે તો તેમને યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે અને પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે.
તિથિ શરૂ: 25મી માર્ચ 2026, બપોરે 01.50 કલાકે.
તિથિ પૂર્ણ: 26મી માર્ચ 2026, સવારે 11.48 વાગ્યે.
શુભ મુહૂર્ત: સવારે 06.20 કલાકથી થી 07.52 કલાક અને સવારે 10.56 કલાકથી બપોરે 02.01 વાગ્યા સુધી.
સાંજનું મુહૂર્ત: સાંજે 05.06 વાગ્યાથી રાત્રે 09.33 વાગ્યા સુધી.

કન્યા પૂજન માટે શ્રેષ્ઠ સમય
શાસ્ત્રોમાં કહેવાયું છે કે “કુમાર્યઃ પૂજિતા યત્ર તત્ર દેવી પ્રસિદ્યતિ” એટલે કે જ્યાં કન્યાઓનું પૂજન થાય છે ત્યાં દેવી પ્રસન્ન થાય છે. અષ્ટમી અને નવમી બંને દિવસ કન્યા પૂજન માટે ઉત્તમ છે. 26મી માર્ચના અષ્ટમી અને 27મી માર્ચના નોમ છે. આ દિવસે સવારના શુભ મુહૂર્તમાં કન્યાઓને ભોજન કરાવી આશીર્વાદ લેવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ચૈત્ર નવરાત્રી નવમી છે- 27મી માર્ચ, 2026
નવરાત્રીના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. આ દિવસે પૂજા કરવાથી બુદ્ધિ, વિવેક અને જ્ઞાનમાં વધારો થાય છે તથા આધ્યાત્મિક શાંતિ મળે છે.
તિથિ શરૂ: 26મી માર્ચ 2026, સવારે 11.48 કલાકે.
તિથિ પૂર્ણ: 27મી માર્ચ 2026, સવારે 10.06 વાગ્યા સુધી.
શુભ મુહૂર્ત: સવારે 06.18 કલાકથી 10.56 કલાક સુધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!