July 3, 2025
ટોપ ન્યુઝનેશનલ

નવા આર્મી ચીફની કરાઈ નિમણૂકઃ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે કોણ?

Spread the love

 

વર્તમાન આર્મી ચીફ મનોજ પાંડે 30મી જૂને થશે નિવૃત્ત
નવી દિલ્હીઃ ઈન્ડિયન આર્મીના નવા વડા (New Army Chief) તરીકે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નિમણૂક કરવામાં આવી છે. 30મી જૂનથી ઉપેન્દ્ર દ્વિવેદીનો કાર્યકાળ શરુ થશે. કેન્દ્ર સરકારે મંગળવારે રાતના લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને આર્મીના પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે. લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદી આ અગાઉ વાઈસ ચીફ ઓફ આર્મીના સ્ટાફ તરીકે કાર્યરત હતા. તેમનો કાર્યકાળ 30મી જૂન 2024થી શરુ થશે.
કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 30 જૂનના કાર્યભાર સંભાળશે, જ્યારે વર્તમાન સેનાપ્રમુખ જનરલ મનોજ સી પાંડે એ જ દિવસે પોતાનું પદ છોડશે. પહેલી જુલાઈ, 1964ના જન્મેલા ઉપેન્દ્ર દ્વિવેદી ડિસેમ્બર, 1984માં સેનાની ઈન્ફેન્ટરી (જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ)માં કમિશન થયા હતા.
અહેવાલમાં જણાવ્યા મુજબ લગભગ 40 વર્ષથી પોતાની લાંબી કારકિર્દી દરમિયાન વિભિન્ન સેવા દરમિયાન તેમણે વિભિન્ન કમાન્ડ, સ્ટાફ અને વિદેશી નિમણૂક અંગે કામ કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો હતો. અગાઉ દ્વિવેદીએ વર્ષ 2022-2024 સુધી નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન-ચીફનું પદ પણ સંભાળ્યું હતું. તેમણે જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ, આસામ રાઈફાલ્સ, ડીઆઈજી આસામ રાઈફલ્સ (પૂર્વ) અને 9 કોરની પણ કમાન સંભાળી હતી.


ઉપેન્દ્ર દ્વિવેદીએ રિવાની સૈનિક સ્કૂલમાં શરુઆતનું શિક્ષણ મેળવ્યું હતું. એના પછી નેશનલ ડિફેન્સ અને યુએસ આર્મી વોર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે. ડીએસએસસી વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ મહુથી અભ્યાસ કર્યો હતો.
આ અગાઉ મનોજ પાંડેને એક્સ્ટેન્શન મળ્યું હતું. આ વર્ષે કેન્દ્રીય પ્રધાનમંડળની સિલેક્શન કમિટીએ હાલના સેનાપ્રમુખ મનોજ પાંડેને એક્સેટન્શન આપ્યું હતું. એ વખતે મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. 31મી મેના મનોજ પાંડે નિવૃત્ત થવાના હતા, પરંતુ એમનો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવ્યો હતો. સામાન્ય રીતે સેના પ્રમુખના કાર્યકાળને 62 વર્ષ અથવા ત્રણ વર્ષ પહેલા સુધી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!