અંડરવર્લ્ડના ડોન સાથે સંબંધો રાખવાનું ભારે પડ્યું આ અભિનેત્રીઓને…
ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં દાઉદ ઈબ્રાહિમનું નામ દરેકને યાદ રહી ગયું છે, જ્યારે દર વર્ષે એકાદ વખત દાઉદને ઝેર આપીને એને મારી નાખવાના સમાચાર વાઈરલ થાય છે. આ ન્યૂઝ વાઈરલ થવાની વાત નવી નથી, એનાથી આગળ દાઉદને ક્રિકેટ અને બોલીવૂડ સાથે જૂનો સંબંધ રહ્યો છે. દુબઈમાં મેચ જોવાથી લઈને હિન્દી ફિલ્મોમાં અમુક લોકોને કામ અપાવવાની બાબતો પણ જગજાહેર છે, પણ દાઉદ યા અન્ય ડોન સાથે સંબંધોને કારણે ભારતીય અભિનેત્રીઓની જિંદગી ખતમ થઈ ગઈ હતી. એવી કઈ અભિનેત્રીઓ હતી એની વાત કરીએ.
દાઉદ સાથે સંબંધ યા અફેર હોવા અંગે 1995માં પાકિસ્તાની અભિનેત્રી અનીતા અયુબ સાથે સંબંધની અફવા ઈન્ડસ્ટ્રીમાં જોરદાર ફેલાયા હતા. 1995માં જ્યારે ફિલ્મ પ્રોડ્યુસર જાવેદ સિદ્દિકીએ અનીતાને પોતાની ફિલ્મમાં લેવાની મનાઈ કરી ત્યારે દાઉદ ગેંગે સિદ્દિકીની હત્યા કરી નાખી હતી. નેવુંના દાયકામાં દાઉદ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં વધારે રસ લેતો અને પૈસાનું રોકાણ પણ કરતો હતો. પાકિસ્તાનના એક સામાયિકના અહેવાલ અનુસાર અનીતા અયુબનું નામ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ સંડોવાયેલી હતી.

એ જ અરસામાં ભારતમાં મંદાકિની જાણીતી હતી. મંદાકિનીની ઓળખ આપીએ તો રાજ કપૂરની જાણીતી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીમાં મુખ્ય અભિનેત્રી હતી. આ જ અભિનેત્રીને 1994-95માં દુબઈના શાહજહાની ક્રિકેટ મેચ વખતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોવા મળી હતી. મંદાકિની સાથે દાઉદના ફોટો જોરદાર વાઈરલ થયા હતા, જ્યારે રાતોરાત મંદાકિની લાઈમલાઈટમાં આવી હતી. મંદાકિનીને દાઉદને કારણે ફિલ્મો તો મળવા લાગી હતી, પરંતુ ડરના માર્યા ફિલ્મ પ્રોડ્યુસર તેના નામ પર ચોકડી મૂકતા ગયા હતા. એ હકીકત હતી. 1996માં ઝોરદારમાં જોવા મળી. ત્યારબાદ તેને 1990માં એક ડોક્ટર સાથે લગ્ન કરી લીધા હતા.

મોનિકા બેદીની પણ વિવાદાસ્પદ કારકિર્દી રહી હતી. સલમાન ખાન, સુનિલ શેટ્ટીથી લઈને ગોવિંદા વગેરે અભિનેતા સાથે મોનિકાએ કામ કર્યું હતું. એના સિવાય અંડરવર્લ્ડના ડોન અબુ સાલેમ સાથે અફેરને લઈને મોનિકા બેદી ચર્ચામાં રહી હતી. કહેવાય છે કે મોનિકા દુબઈમાં અબુ સાલેમને મળી હતી. ફિલ્મોમાં કામકાજ માટે અબુ સાલેમ મારફત ડાયરેક્ટરોને ધમકી અપાવતી હતી. બંનેએ લગ્ન પણ કરી લીધા હતા અને મોનિકાએ ઈસ્લામ ધર્મ પણ અંગિકાર કર્યો હતો. સમય જતાં પોલીસના ડરના માર્યા દેશ છોડીને ભાગી ગયા હતા. જોકે, અબુ સાલેમના પકડાઈ ગયા પછી મોનિકા બેદી અને અબુ સાલેમના સંબંધો પણ પૂર્ણ વિરામ આવ્યું હતું.

મંદાકિનીના માફક નેવુંના દાયકામાં મમતા કુલકર્ણી તેના અભિયનને કારણે ચર્ચામાં આવી હતી. નેવુંના દાયકામાં બોલ્ડ અને સુપરહિટ હિરોઈન તરીકે ઓળખાવા લાગી હતી, જ્યારે તેના સંબંધો છોટા રાજન સાથે હોવાનું કહેવાતું. તિરંગા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોમાં પણ તેને છોટા રાજનને કારણે મળવા લાગ્યું હતું. બંને વચ્ચેના અફેરને કારણે જ તેને ફિલ્મોમાં કામ મળતું હતું. બંને એકબીજાની નજીક એટલા હતા કે તેઓ લગ્ન પણ કરવાના હતા. આમ છતાં છોટા રાજન દેશ છોડી ગયા પછી બંનેના સંબંધો ખતમ થયા હતા. મમતા કુલકર્ણીએ આગળ જતા વિક્કી ગોસ્વામી નામના ડ્રગ્સ ડીલર સાથે પગ પર કુહાડો માર્યો હતો. વિક્કી ગોસ્વામી પોલીસના ચક્કરમાં ફસાયા પછી મમતા કુલકર્ણીની ફિલ્મી કેરિયર પણ ખતમ થઈ ગઈ હતી.

છેલ્લે વાત કરીએ તો દાઉદ ઈબ્રાહિમ પહેલા અંડરવર્લ્ડમાં હાજી મસ્તાનનું નામ જાણીતું હતું અને હાજી મસ્તાનનું નામ સોના મસ્તાન મિરઝા સાથે અફેર હતો. 1970-80ના દાયકામાં સોનાએ અમુક ફિલ્મોમાં કામ કર્યું હતું. હાજી મસ્તાને સોના સાથે લગ્ન કરી લીધા હતા અને આ જ સ્ટોરી પણ હિન્દી ફિલ્મ વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ બન્યું હતું. લગ્ન પછી હાજી મસ્તાનનું મોત થયા પછી સોના મસ્તાન એકલી પડી ગઈ હતી. આ ઉપરાંત, ડાયરેક્ટર કે આસિફની દીકરી હીના કૌસરના પણ ઈકબાલ મીરચી સાથે સંબંધ હતા. એના સિવાય જાસ્મીન ધુન્નાનું નામ દાઉદ સાથે જોડાયું હતું. હોરર મૂવી વિરાનાથી જાણીતી બનેલી જાસ્મીને 1979માં સરકારી મહેમાન ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, પણ 1988 પછી જાણે ગાયબ થઈ ગઈ હતી.
