બાપ કરતા દીકરી સવાયીઃ ઈશા અંબાણીનું કાર ક્લેક્શન જાણી લો
દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું બિઝનેસ ક્ષેત્રે જ નહીં, દરેક ક્ષેત્રે મોટું નામ છે. મુકેશ અંબાણી પરિવાર ટેલિકોમ, ઓઈલ, ફાઈનાન્સ સહિત તમામ ક્ષેત્રમાં ધીમે ધીમે આગળ નામ કમાવી રહ્યો છે. ઈશા અંબાણી ફક્ત અંબાણી પરિવારની દીકરી હોવાની સાથે જાણીતી ઉદ્યોગપતિ પણ છે. દુનિયાની જાણીતી બિઝનેસ કે ફેશન ઈવેન્ટમાં જોવા મળતા લાઈમલાઈટમા રહે છે. જુનિયર અંબાણી તાજેતરમાં ન્યૂ યોર્ક સ્થિત મેટ ગાલામાં શાનદાર અંદાજમાં છવાઈ ગઈ હતી.
બિઝનેસ માઈન્ડેડ હોવાની સાથે ઈશા અંબાણી પિતા મુકેશ અંબાણીને પણ જોરદાર લકઝરી કારનો શોખ છે. ઈશા અંબાણીના ગેરેજમાં લક્ઝરી અને મોંઘી કારનું જોરદાર ક્લેક્શન છે. કહેવાય છે કે પિતા મુકેશ અંબાણીનો શોખ દીકરી ઈશાને મળ્યો છે. પિતાની માફક ઈશા અંબાણી કારનું ક્લેક્શન કરવાનો શોખ ધરાવે છે, જ્યારે તેની કિંમત પણ કરોડથી ઓછી નથી. જો તમને હવે ઈશાના કાર ક્લેક્શન જાણવા ઈચ્છતા હો તો જણાવી દઈએ.
મર્સિડિઝ બેન્ઝ એસ ક્લાસ દરેક જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને રમતગમત ક્ષેત્રના લોકોની પાસે હોય છે. મર્કની ફ્લેગશિપ સેડાનની કિંમત 1.77 કરોડથી લઈને 1.86 કરોડની આસપાસ હોય છે. તેની એવરેજ 3 લિટર, છ સિલિન્ડર પેટ્રોલ અથવા 3.0 છ સિલિન્ડર ડીઝલ સાથે હોય છે. એના સિવાય ઈશા અંબાણી પાસે બીએમડબ્લ્યુ સેવન સિરીઝ છે. બીએમડબલ્યુ-સેવન સિરીઝની કિંમત પણ 1.82 કરોડથી 1.84 કરોડ (એક્સ શો રુપ)ની વચ્ચે છે.
ત્રીજી મોંઘી કારની વાત કરીએ તો ઈશા અંબાણી પાસે પોર્શ કેમેન એસ (Porsche Cayman S) છે. પોર્શ કેમેનની કિંમત 1.48 કરોડની આસપાસ છે. 343સીસી એન્જિન ધરાવતી કેમેનને ઓટોમેટિક ટ્રાન્સમિશનથી જોડવામાં આવી છે. ઉપરાંત, ઈશા પાસે રોલ્સ રોય્સ કલિનન (Rolls Royace Cullinan) પણ છે. આ મોડલની રોલ્સ રોયલ્સની કિંમત 6.9 કરોડની છે, જ્યારે તેનું પેટ્રોલનું એન્જિન ધરાવે છે. ઈશા અંબાણી પાસે બીજી સૌથી મોટી કાર છે એ બેન્ટલે અર્નેજ આર (Bentley Arnage R) છે. હાલમાં આ કારનું પ્રોડક્શન બંધ થયું છે. અલ્ટ્રા લક્ઝરી લિમોજિન કારની કિંમત 2.25 કરોડની આસપાસ છે.