ફરી એક વખત પોતાના ભૂલકણા સ્વભાવનો પરિચય આપ્યો Capitan Rohit Sharmaએ અને કહ્યું કંઈક એવું કે…
મુંબઈ: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ગઈકાલે પોતાની ટીમ સાથે ટી20 વર્લ્ડકપ-2 02માં વિજયી થઈને મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધીની વિકટરી પરેડ કરીને લાખો મુંબઈગરા, ક્રિકેટપ્રેમીઓના અભિવાદન ઝીલ્યા હતા. પરેડ બાદ વાનખેડેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રોહિત શર્માએ ફરી એક વખત પોતાના ભૂલકણા સ્વભાવનો પરિચય આપ્યો હતો. જોકે, બાદમાં પોતાની ભૂલ ધ્યાનમાં આવતા તરત જ તેણે પોતાની એ ભૂલ સુધારી લીધી હતી. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તુફાન વાઇરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રોહિત શર્માએ…
વાત જાણે એમ છે કે કાર્યક્રમમાં રોહિત શર્માએ ઐતિહાસિક જીત બાદ પોતાની લાગણી વ્યક્ત કરતાં આ વર્ષે ટી20 વર્લ્ડકપ જીતીને ટીમ ઈન્ડિયાએ 14 વર્ષના દુકાળનો અંત લાવ્યો હોવાની વાત કહી હતી, પરંતુ બાદમાં રોહિતને પોતાની ભૂલ ધ્યાનમાં આવી હતી અને તેણે પોતાની ભૂલ સુધારીને આઈસીસી કપનો 11 વર્ષના દુકાળનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું.
રોહિત શર્માએ પોતાની સ્પીચમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાના પણ ભરપેટ વખાણ કર્યા હતા. હાર્દિકે છેલ્લી ઓવરમાં લીધેલી વિકેટ ખૂબ જ મહત્વની હોવાનું જણાવતા તેણે સૂર્યકુમાર યાદવે પકડેલા અદ્ભુત કેચના વખાણ કરવામાં પણ બિલકુલ કંજૂસી નહોતી કરી. રોહિત શર્માએ કહ્યું કે આ ખૂબ જ ખાસ ટીમ છે અને હું નસીબદાર છું કે મને આવી ટીમનું નેતૃત્વ કરવાની તક મળી.
વાત કરીએ રોહિત શર્માના ભૂલકણા સ્વભાવની તો આ કંઈ નવી વાત નથી. આ પહેલા પણ તે ટોસ વખતે કોઈન કોની પાસે છે, તેણે કોઈનની કંઈ બાજુ પસંદ કરી છે તે, ટીમની પ્લેઈવિંગ ઈલેવનમાં કરાયેલા ફેરફાર ખેલાડીઓના નામ, મોબાઈલ, પાસપોર્ટ સહિતની અનેક મહત્વની વસ્તુઓ ભૂલી ગયો હોવાની માહિતી સામે આવી ચૂકી છે.
