મહાકુંભમાં ડૂબકી લગાવવા નથી પહોંચી શકવાના? ઘરે જ આટલું કરી લો…
મહાકુંભ-2025નું ભવ્ય આયોજન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે થઈ રહ્યું છે અને દરરોજ લાખોની સંખ્યામાં લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવી રહ્યા છે. આ મેળામાં શ્રદ્ધાળુઓની સાથે સાથે વિવિધ સાધુ-સંતો પણ પહોંચી રહ્યા છે જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. એવી માન્યતા છે કે મહાકુંભમાં જે પણ લોકો ડૂબકી લગાવે છે તેમને મોક્ષ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જોકે, અનેક લોકો એવા છે કે જેઓ કોઈ કારણસર મહાકુંભ નથી જઈ શકતા, તો આવા લોકો માટે અમે કામની માહિતી લઈને આવ્યા છીએ. ચાલો જાણીએ શું છે આ કામની માહિતી.
ઘરે બેઠા પણ દેવી-દેવતાનું સ્મરણ કરો
જો તમે પણ એવા લોકોમાં સામેલ છો કે જેઓ મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવા માટે સંગમ નથી પહોંચી શકતા તો એવા લોકો ઘરે બેઠા પણ મહાકુંભમાં સ્નાન કરવાનું પુણ્ય કઈ રીતે કમાઈ શકાય એની માહિતી લઈને આવ્યા છીએ. મહાકુંભમાં સ્નાન કરવામાં અસમર્થ છો તો તમે ઘરે બેસીને તમારા આરાધ્યા દેવી-દેવતાઓનું નામ સ્મરણ કરી શકો છો. આ નામ સ્મરણ તમને એટલું જ પુણ્ય અપાવશે.
ઘરે સ્નાન કરતી વખતે ભગાવનનું નામ ભજી શકો
આ ઉપરાંત તમે ઘરે જ ન્હાવાના પાણીમાં ગંગા કે યમુનાનું પાણી મિક્સ કરી દેશો તો પણ તમને મહાકુંભમાં સંગમ પર ડૂબકી લગાવવાથી જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય મળે છે. જો તમારા ઘરે ગંગા કે યમુનાનું પાણી નથી તો પણ તમે પુણ્ય કમાવી શકો છો. આ માટે તમારે સ્નાન કરતાં સમયે તમારા આરાધ્ય દેવી-દેવતાઓના નામનું સ્મરણ કરી શકો છો. આ ઉપરાંત, સૂર્યોદય યા સૂર્યાસ્ત સમયે પણ તમે તમારા આરાધ્ય દેવની પણ પૂજા કરવાનું રાખો.
અહીં જણાવેલા ઉપાયો કરીને તમે પ્રયાગરાજ ગયા વિના પણ સંગમમાં ડૂબકી લગાવવા જેટલું પુણ્ય કમાવી શકો છો, તો ચાલો તૈયાર થઈ જાવ સંગમમાં ડૂબકી લગાવવાથી મળતું પુણ્ય ઘરેબેઠા કમાવવા માટે…