February 11, 2026
ઈન્ટરનેશનલમનોરંજન

જ્યારે Cannes Film Festivalમાં એક શ્વાને કર્યું રેમ્પ વોક અને…

Spread the love

અત્યારે જ્યાં જુઓ ત્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)ની બોલબાલા જોવા મળી રહી છે. દેશ વિદેશથી સેલેબ્સ રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરી રહી છે… પણ જરા વિચારો કે કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શ્વાન પહોંચી જાય તો? માનવામાં ન આવે એવી વાત છે પણ એવું બન્યું છે. કદાચ તમને લાગે કે અક્સ્માતે આ શ્વાન રેડ કાર્પેટ પર પહોંચી ગયું હશે તો ભાઈ એવું પણ નથી. આ શ્વાનને ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલ-2024ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને આ ઈવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એક ખાસ મહેમાને એન્ટ્રી લીધી હતી અને આ ખાસ મહેમાન બીજું કોઈ નહીં પણ શ્વાન જ હતું. હોલીવુડની ઓસ્કારમાં નોમિનેટેડ ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલમાં જોવા મળેલો શ્વાન મેસી ધ ડોગ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરીને ઉપસ્થિત લોકોનું દિલ જીતી લીધું હતું.

રેડ કાર્પેટ પર મેસી પોતાની ટ્રેનર સાથે મોજ મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેણે બંને પગ ઊંચા કરીને પેપ્ઝ માટે પોઝ પણ આપ્યા હતા. આ સિવાય તે કાર્પેટ પર પોતાની મસ્તીમાં વોક કરતો પણ જોવા મળ્યો હતો. મેસી ધ ડોગના ભસવાનો અવાજ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુંજી ઉઠ્યો હતો. સુટ બુટ પહેરેલા ફોટોગ્રાફર મેસીને બોલાવતા અને રમાડતા તેમ જ તેના ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા.

જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે મેસી કોઈ મેગા ઈવેન્ટમાં કાર્પેટ પર વોક કરતો જોવા મળ્યો હોય. આ પહેલાં પણ 2024માં તે બો ટાઈ પહેરીને ઓસ્કાર એવોર્ડ સેરેમનીમાં હાજરી આપી હતી. આ સમયે પણ તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 2024માં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરીને મેસીએ લાઈમલાઈટ ચોરી લીધી હતી. મેસીએ ઓસ્કાર-2024માં પણ આ રીતે જ ધમાલ મચાવી હતી. એ સમયે પણ તે તાળીઓ પાડતા જોવા મળ્યો હતો. એની ક્યુટનેસે સ્ટાર્સ સેલેબ્સ અને લોકોનું દિલ જીતી લીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે એનાટોમી ઓફ અ ફોલ ફિલ્મમાં મેસી ધ ડોગે ગાઈડ ડોગ સ્નુપની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેના કામના દર્શકોએ ખૂબ ખૂબ જ વખાણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!