July 1, 2025
ટોપ ન્યુઝબિઝનેસ

જ્યારે દેશમાં પહેલી વખત રજૂ કરાયું Black Budget, જાણી લો શું છે બ્લેક બજેટ?

Spread the love

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ પહેલી ફેબ્રુઆરી, 2025ના દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ બજેટને લઈને દેશભરના લોકોને દેશની પ્રગતિની આશા છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં એક બજેટ એવું પણ રજૂ કરવામાં આવ્યું હતું કે જેને દુનિયામાં બ્લેક બજેટના નામે ઓળખવામાં આવે છે? ચાલો આજે તમને આ બ્લેક બજેટ વિશે જણાવીએ-

બ્લેક બજેટ નામે ઓળખાતું આ બજેટ 1973-74માં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે દેશ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો. આ બજેટને બ્લેક બજેટ તરીકે એટલે ઓળખાવવામાં આવ્યું કારણ કે આ ખાધવાળું બજેટ હતું. 1973-74માં તત્કાલીન વડા પ્રધાન ઈંદિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર દ્વારા રજૂ કરાયું હતું અને એ સમયે નાણાં પ્રધાન હતા યશવંતરાવ ચવ્હાણ.

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એ સમયે દેશની અર્થવ્યવસ્થા સંકટમાં હતી. 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ બાદ ભારત આર્થિત રીતે નબળું પડી ગયું હતું. આ સિવાય 1973માં દુકાળ પણ પડ્યો જેને કારણએ સરકારને પોતાની આવક કરતાં ખર્ચ કરવો પડ્યો અને પરિણામે દેશને નુકસાનવાળા બજેટનો સામનો કરવો પડ્યો હતો.

નાણા પ્રધાન યશવંતરાવ ચવ્હાણે આ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ એટલી ગંભીર થઈ ચૂકી હતી કે ‘બ્લેક બજેટ’ની જરૂરિયાત વર્તાઈ. એનો ઉદ્દેશ એ હતો કે સરકારી તિજોરીમાં ધનની અછત વર્તાઈ રહી હતી અને એને કારણે અલગ અલગ સરકારી યોજનાઓ પર કાપ મૂકવામાં આવ્યો હતો.

ઈન્દિરા ગાંધીની સરકારે 550 કરોડના આ ખાધવાળા બજેટને ‘બ્લેક બજેટ’ એવું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે સરકારની આવક ઓછી અને ખર્ચ વધારે હોય તો આવી સ્થિતિમાં નુકસાન થાય એ સ્વાભાવિક છે. આ બજેટ રજૂ કરતી વખતે ચવ્હાણે એવું પણ જણાવ્યું હતું દુકાળ અને અનાજની અછતને કારણે પરિસ્થિત વધારે વણસી ગઈ હતી અને સરકારે બ્લેક બજેટ રજૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!