Budget: ગુજરાત રેલવે માટે રુપિયા 17,155 કરોડની ફાળવણી
6,300 કરોડના ખર્ચે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે
ગાંધીનગરઃ કેન્દ્રીય નાણાકીય બજેટની જાહેરાત સાથે રેલવે બજેટમાં 2.55 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. રેલવેના 2.55 લાખ કરોડ રુપિયાના અંદાજપત્રમાં રેલવેને આધુનિક બનાવવાની સાથે પ્રવાસીઓની સુવિધા માટે મોર્ડન ટ્રેનની સાથે સ્ટેશનોની પણ કાયાપલટ કરવાની જાહેરાત કરી હતી. રેલવે બજેટ અંતર્ગત ગુજરાતને વિક્રમી રૂ. 17,155 કરોડ આપવામાં આવ્યા છે. આ ફાળવણી માથી નવા સ્ટેશન, નવા ટ્રેક અને માળખાકીય સુવિધામાં વધારો કરી મુસાફરીને સુલભ બનાવાશે, એમ રેલવે મંત્રીએ જણાવ્યું હતું.
2,739 કિલોમીટરના નવા ટ્રેકનું નિર્માણ કર્યું
2014થી અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,739 કિમીના નવા ટ્રેકનું નિર્માણ થયું છે, જે ડેન્માર્કના સમગ્ર રેલવે નેટવર્ક કરતા પણ વધારે છે. તેમજ ગુજરાતમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 3,144 કિ.મી. 97 ટકા વિદ્યુતીકરણ થયું છે. હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં (નવા ટ્રેક્સ) : 42 પ્રોજેક્ટ્સ છે. જેની લંબાઈ 2,948 કિમી અને અંદાજિત ખર્ચ 30,826 કરોડ થશે
અમૃત સ્ટેશન અન્વયે અમદાવાદ, ડાકોર, ગાંધીધામ, ગોધરા વિકસાવાશે
અમદાવાદ ડિવિઝન સહિત કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકાસવામાં આવશે, જે અંતર્ગત 6,303 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમૃત સ્ટેશન અન્વયે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભચાઉ, ભક્તિનગર, ભાણવડ, ભરૂચ, ભાટિયા, ભાવનગર, ભેસ્તાન, ભીલડી, બીલીમોરા જે.એન., બોટાદ જે.એન., ચાંદલોડિયા, ચોરવાડ રોડ, ડભોઇ જં., દાહોદ, ડાકોર, દેરોલ, ધ્રાગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા જંક્શન., ગોંડલ, હાપા, હિંમતનગર, જામ જોધપુર, જામ વંથલી, જામનગર, જૂનાગઢ જંક્શન., કલોલ જંક્શન., કાનાલુસ , કરમસદ, કેશોદ, ખંભાળિયા, નવસારી, ન્યુ ભુજ, ઓખા, પડધરી, પાલનપુર જે.એન., પાલીતાણા, પાટણ, પોરબંદર, સચીન, સામખિયાળી, સંજાણ, સાવરકુંડલા, સાયન, સિધ્ધપુર, સિહોર જં, સોમનાથ, ઉત્તરાણ, વડોદરા, વાપી, વટવા, વેરાવળ, વિરમગામ, વિશ્વામિત્રી જે.એન., વાંકાનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 10,000 લોકોમોટિવ (એન્જિન) પર કવચ લગાવવાનું શરુ કર્યુ છે. આ ઉપરાંત ગુજરાતમાં રેલવેની વિવિધ કામગીરી પણ પ્રગતિભણી છે.
– 2014થી અત્યાર સુધીમાં 1,049 રેલ ફ્લાયઓવર અને અંડર-બ્રિજનું નિર્માણ થયું છે.
– મુસાફરોની સુવિધાઓ વર્ષ 2014થી પૂરી પાડવામાં આવે છે.
– લિફ્ટ: 97
– એસ્કેલેટર: 50
– વાઇફાઇ (સ્ટેશનોની સંખ્યા): 335