Vastu Tips: નવા વર્ષે ઘરમાં લાવો આ ત્રણ શુભ વસ્તુઓ, શરૂ થશે ગોલ્ડન પીરિયડ…
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2025નું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે આજે અમે અહીં તમને કેટલાક એવા નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અમલમાં મૂકીને તમને ગુડ લક મેળવી શકો છો. આવો જોઈએ શું છે આ નુસખો.
જો તમારા ઘરમાં કોઈ સમસ્યાઓ ચાલી રહી છે અને નવા વર્ષે કેટલીક એવી વસ્તુઓ છે કે જેને લાવીને તમે તમારી આ સમસ્યાઓનો અંત લાવી શકો છો. આ વસ્તુઓ તમારા માટે ગુડલક લઈને આવશે. વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ વસ્તુઓને ઘરમાંથી રાખવામાં આવે તો મા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.
શ્રીફળ રાખોઃ ઘરમાં હંમેશા શ્રીફળ રાખવું જોઈએ. શ્રીફળથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જો તમે અત્યાર સુધી ઘરમાં શ્રીફળ નહોતા રાખતા તો હવેથી એને આદત બનાવી લો. એવી માન્યતા છે કે જો પૂજા ઘરમાં શ્રીફળ રાખવામાં આવે તો આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, સકારાત્મકતા બની રહી છે અને ઘરના લોકોની પ્રગતિ થાય છે.
મોરપીંછ રાખોઃ જો તમે ચાહો છો કે તમારા ઘરમાં પણ ખુશહાલી જળવાઈ રહે તો નવા વર્ષમાં એક મોરનું પીંછું લગાવો. મોરપીંછને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. મોરપીંછને ઘરમાં પૂર્વ દિશામાં રાખવું લાભદાયી છે. આવું કરવાથી ઘર પર ક્યારેય સંકટ નથી આવતું.
શંખ લાવોઃ વાસ્તુ શાસ્ત્રમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે અને ઘર-પરિવારમાં ખુશહાલી જળવાઈ રહે તો તમે નવા વર્ષે ઘરમાં એક શંખ પણ લાવી શકો છો. આવું કરવાથી ઘરમાં લાગેલો વાસ્તુ દોષ પણ દૂર થઈ જશે અને નવા વર્ષમાં ઘરમાં પોઝિટીવ એનર્જી બની રહેશે.